એક્તા કપૂર બનાવશે ‘K3G’ની ટીવી સીરિયલ

બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મ કભી ખુશી કભી ગમની ટીવી રિમેક બનાવવા માટે બાલીજી ફિલ્મની માલિકન તેમજ પ્રોડ્યુસર એકતા કપૂરે જાહેરાત કરી છે. આ ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચને બહુ જ મહત્ત્તવનો રોલ ભજવ્યો હતો. ત્યારે તેમના દમદાર કેરેક્ટરની સામે લીડ એક્ટર શાહરૂખ ખાન પણ ફિક્કા પડી ગયા હતા. આ કારણે એકતા કપૂર સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે, અમિતાભ બચ્ચનનો રોલ કોણ ભજવશે. તેનો જવાબ હવે એક્તા કપૂર આપી ચૂકી છે.

ટીવી એક્ટર વિજોય આનંદને આ રોલ માટે એક્તા કપૂરે ફાઈનલ કર્યાં છે. તો કુછ રંગ પ્યાર કે ઐસે ભીની એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડીઝને લુક ટેસ્ટમાં ફાઈનલ કરાઈ છે. જેથી તે હવે કાજોલ કે કરીનાનો રોલ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, કભી ખુશી કભી ગમ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતીક રોશન, કાજોલ અને કરીના કપૂર ખાન જેવા ફેમસ સ્ટાર્સ હતા. આવામાં ટીવી રિમેક કરતા સમયે એક્તા કપૂર આ વાતનું જરૂર ધ્યાન રાખશે કે બધાનો લુક ફિલ્મના ઓરિજિનલ કેરેક્ટર જેવો જ હોય. પ્રાપ્ત માહિતી અનુસાર, વીજે વરુણ શૂદ કદાચ રિતીક રોશનનો રોલ કરી શકે છે.