એક્ટ્રેસ પૂજા હેગડે કોરોના પોઝિટિવ થતા હોમ ક્વોરન્ટીન થઈ

(જી.એન.એસ)મુંબઈ,દેશમાં કોરોનાની બીજી લહેરમાં સતત કેસ વધી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ કોવિડ પોઝિટિવ થયા હોવાના ન્યૂઝ સતત આવતા રહે છે. એક્ટ્રેસ પૂજા હેગડે કોરોના સંક્રમિત થઇ છે. આ વાતની જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે. કોરોના પોઝિટિવ આવ્યા પછી તેણે પોતાને ઘરે ક્વોરન્ટીન કરી છે અને તેના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવા કહ્યું છે.પૂજાએ પોસ્ટ શેર કરતા લખ્યું, ‘હેલ્લો એવરીવન. મારો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દરેક પ્રોટોકોલનું પાલન કરીને મેં પોતાને આઈસોલેત કરી છે અને ઘરમાં ક્વોરન્ટીન છું. મારા સંપર્કમાં આવેલા લોકોને હું કોવિડ ટેસ્ટ કરાવવા વિનંતી કરું છું. તમારા બધાના પ્રેમ અને સપોર્ટ માટે આભાર. હું રિકવરીના રસ્તે છે. પ્લીઝ ઘરે રહો, સુરક્ષિત રહો અને તમારું ધ્યાન રાખો.’