એક્ઝિટ પોલ પર હાર્દિકે કહ્યું EVMની ગરબડી પછી શંકા ના થાય માટે….

ગાંધીનગર : ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી એક પછી એક મીડિયા ચેનલ એક્ઝિટ પોલના પરિણામ બતાવી રહી હતી. જેમાં તમામ એક્ઝિટ પોલ પર ભાજપ બહુમતી સાથે જીતશે તેમ બતાવવામાં આવી રહ્યું હતું. જો કે આ અંગે
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે પોતાનો મત મુકતા ટિ્‌વટ કરીને કહ્યું છે કે ‘જાણી જોઈને એક્ઝીટ પોલ માં ભાજપ જીતી રહી છે એવું દેખાડવામાં આવી રહ્યું છે.જેથી ઈવીએમ ની ગરબડી બાદ કોઈ ઈવીએમ પર શંકા ના કરે.આ જૂની ચાલ છે. જો ખરેખર આ ચૂંટણી સાચી છે તો પછી ભાજપને જીતવાના કોઈ જ અણસાર નથી.સત્યમેવ જયતે’ સાથે જ તેણે બીજું ટિ્‌વટ કરીને કહ્યું હતું કે એક્ઝિટ  પોલમાં ભાજપની જીત પછી પણ તેના કાર્યકર્તાઓ અને નેતાઓ ખુશ કેમ નથી? વધુમાં તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉત્તરથી આંધી, સૌરાષ્ટ્રથી શેર અને દક્ષિણથી ગુસ્સો મળીને મહાપરિવર્તન લાવશે.
વધુમાં પીએમ મોદીના અમદાવાદ ખાતેના રોડ શો પર પણ તેને નારાજગી વ્યક્ત કરી હતી. અને કોંગ્રેસની જેમ જ ચૂંટણી પંચને મોદીની કઠપૂતળી કહી હતી. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કાના મતદાન સુધી પહોંચતા પહોંચતા હાર્દિક પટેલે વિવિધ સભાઓ કરીને ભાજપની સત્તામાં તોડવાના બનતા પ્રયાસો કર્યા છે. ત્યારે તે આ પ્રયાસોમાં કેટલો સફળ થયો છે તે વાતની સ્પષ્ટતા તો ૧૮ ડિસેમ્બરે જ આવશે. જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થશે.