એઆઈએડીએમકેના મહાસચીવપદેથી શશીકલાની છુટ્ટી

નવી દિલ્હી : તમિલનાડુના રાજકારણમાં દિવસેને દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. એઆઇએડીએમકે દ્વારા શશીકલાને પક્ષના મહાસચિવના પદ પરથી દૂર કરવાની દરખાસ્ત પાસ કરવામાં આવી છે.
પોતાના સમર્થક ધારાસભ્યો સાથે એઆઈએડીએમકેમાં બગાવત કરનાર ટીટીવી દિનકરણને પણ દૂર કરાયા. ઉપરાંત શશિકલાએ કરેલા તમામ નિમણૂંકએ પણ પાર્ટીએ અમાન્ય જાહેર કરવાની દરખાસ્ત પસાર કરી છે. અગાઉ, પાર્ટીએ શશીકલાના ભત્રીજા ટી.ટી.વી. તેમણે નાયબ સેક્રેટરી જનરલના પદ પરથી દિવાકરણને દૂર કરવા માટે ઠરાવ પસાર કર્યો હતો. આગાઉ દિનકરણ જુથ તરફથી એવી શરત મુકવામાં આવી છે કે જો મુખ્યમંત્રી બદલવામાં આવે તો તેમના ધારાસભ્યો સરકારને સમર્થન આપવા તૈયાર છે. દરમિયાન શશિકલાના ભત્રીજા ટી.ટી.વી વીકે દિવાકરણે નવા મુખ્યમંત્રી માટે વિધાનસભા સ્પીકર પી.ધનપાલનું નામનું નામ સુચવ્યું છે. દિનકરણ કેમ્પના ધારાસભ્યો વિધાનસભામાં શક્તિ પ્રદર્શન પણ ના કરી શક્યા કારણ કે આવી સ્થિતિમાં પાર્ટી વ્હિપનો ભંગ કરવા બદલ તેમને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની શક્યતા હતી પણ એમાં ઠરાવ પસાર કરીને દિનકરણને અને શશીકલાને દુર કરાયા હતાં. એઆઈએડીએમકે દ્વારા શશીકલાને મહાસચિવ પદેથી હટાવવાનો પ્રસ્તાવ પસાર દિનકરણને પણ દૂર કરાયા.