ઉ. કોરીયાએ શિંગડા ભરાવતા ટ્રમ્પ લાલઘુમ

વોશિંગ્ટન : ઉત્તર કોરીયાએ અત્યાર સુધીનુ સૌથી શકિતશાળી  પરિમાણુ પરિક્ષણ કર્યુ છે અને વિશ્વને બતાવી દીધુ છે કે, તેણે હાઈડ્રોજન બોમ્બ બનાવી લીધો છે. આ એક એવુ હથીયાર છે કે જે અમેરિકામાં કયાંય પણ હુમલો કરી શકે છે. આ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછાયુ કે શું અમેરિકા હવે ઉત્તર કોરીયા પર હુમલો કરશે ? તો તેમણે કહ્યુ હતુ કે જોઈએ છીએ.તેમણે આશા વ્યકત કરી હતી કે ચિન પોતાના પાડોશી દેશ ઉત્તર કોરીયા પર પ્રેસર લાવશે. ટ્રમ્પે ટ્‌વીટ કર્યુ હતુ કે અમેરિકા ઉત્તર કોરીયા સાથે વેપાર કરનાર કોઈપણ દેશ સાથે વેપાર બંધ કરવા વિચાર કરી રહ્યુ છે.ઉત્તર કોરીયાએ ગઈકાલે દાવો કર્યો હતો કે તેણે હાઈડ્રોજન બોમ્બનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ છે. આના માટે ૫.૭ નો ભૂકંપ આવ્યો હતો. જે રૂસમાં પણ અનુભવાયો હતો. આ ઘટના બાદ દક્ષિણ કોરીયાએ હાઈએલર્ટ જારી કરી દીધેલ છે.દરમિયાન વ્હાઈટ હાઉસે પણ આ ઘટનાને ગંભીર ગણી કહ્યુ હતુ કે ઉત્તર કોરીયા તરફથી વધતા ખતરાને નિપટવા અમેરીકા, જાપાન અને દક્ષિણ કોરીયા વચ્ચે ઘનિષ્ઠ સહયોગ જરૂરી છે.
ઉત્તર કોરીયાએ ગઈકાલે કરેલા પરમાણુ પરિક્ષણ બાદ અન્ય દેશોની જેમ ભારતે પણ આકરો પ્રતિભાવ આપ્યો છે. ભારતે જણાવ્યુ છે કે ઉત્તર કોરીયાએ જે કર્યુ તે વિશ્વ માટે ચેતવણી સમાન છે. ભારતે જણાવ્યુ છે કે, ઉત્તર કોરીયાનું પગલુ પરમાણુ અને મિશાઈલ ટેકનોલોજી નિયંત્રણનો ભંગ કરે છે.