ઉસ્તીયામાં યુવાને ઝેરી દવા પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

નલિયા : અબડાસા તાલુકાના ઉસ્તીયા ગામે રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મહેશ જુમા કોલી (ઉ.વ.ર૬)એ ગત સાંજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ભુજ જીકેમાં દાખલ કરાયો હતો. યુવાને કેવા કારણે દવા પીધેલ તે જાણવા માટે નલિયાના સહાયક ફોજદાર અનવરભાઈ નારેજાએ તપાસ હાથ ધરેલ છે.