ઉપલેટાના શિબિરમાં શ્વાહા : ગુજરાત સરકાર હરકતમાં

રૂપાણી સરકારે મૃતકોના પરીજનો માટે ચાર-ચાર લાખની આર્થિક અનુદાનની કરી ઘોષણા : સીએમે વ્યકત કર્યુ દુઃખ : મૃતક યુવતીઓની થઈ ઓળખ : નિંદ્રામાં જ બે યુવતીઓ બળીને ખાખ થઈ જયારે એક વિદ્યાર્થીની સામાન બચાવવા જતા મોતને ભેટી હોવાનો ખુલાસો

અમદાવાદ : રાજકોટના ઉપલેટના પ્રાંસલામા કાળજું કંપાવે તેવી ઘટના બની છે. રાજકોટના ઉપલેટામાં રાટ્રકથા શીબિરમાં મોડી રાત્રે લાગેલીને આગને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. સ્વામી ધર્મબંધુજીની ચાલતી શિબિરમાં સર્જાયેલી કરૂણાંતીકાથી ભારે શોક વ્યાપી ગયો છે. જેને પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટવીટ કરીને દુઃખ વ્યકત કર્યુ છે. આ ઘટના અંગે શિબિરના સ્વામી ધર્મબંધુજીએ પણ દુખ વ્યકત કરતા કહ્યુ છે કે અમારા માટે આ બહુજ દુખદ ઘટના છે. પરતુ અમને અફસોસા થાય છે કે અમે ત્રણ વિદ્યાર્થીઓને બચાવવામાં નિષ્ફળ રહ્યા. આ ઘટનાને પગલે ઉપલેટાના ધારાસભ્ય લલિતવસોયાએ પણ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.
તો વળી બીજીતરફ આજ રોજ બહાર આવતા અહેવાલો અનુસાર ત્રણેય યુવતીઓની ઓળખ થવા પામી ગઈ છે અને એક મોરબી, જસદણ અને સાયલાની યુવતી હોવાનુ બહાર આવ્યુ છે તો વળી બીજીતરફ ગુજરાત સરકાર દ્વારા પણ
મૃતકના પરીવારજનોને ચાર ચાર લાખની સહાયની જાહેરાત કરાઈ છે.નોધનીય છે કે, દસ દિવસીય શિબિરના છેલ્લા દિવસે જ આગની દુર્ઘટના બનવા પામી છે અને આ દિને અભિનેતામુકેશ ખન્નાએ પણ શીબીરની મુલાકાત લીધી હતી.