ઉન્નાવ રેપ કેસમાં CBI આજે MLAનો નાર્કો ટેસ્ટ કરાવે તેવી સંભાવના

નવી દિલ્હીઃ યુપીના ચકચરી એવા ઉન્નાવ રેપ કેસમાં આજે સીબીઆઈ આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરનો નાર્કો ટેસ્ટ કરાવે તેવી સંભાવના છે. આ માટે સીબીઆઈ ધારાસભ્યને સ્થળની ઓળખવિધિ કરાવવા માટે આજે ઉન્નાવ લાવશે. આ પહેલાં સીબીઆઈએ આ મામલે શશિસિંહની ૧૬ કલાક પૂછપરછ કરી હતી. કેસમાં ફરિયાદીએ એવો આક્ષેપ કર્યો છે કે ગુંડાઓ પીડિત પરિવારને ગામ છોડવાની ધમકી આપી રહ્યા છે.બીજી તરફ પીડિતા યુવતીના કાકાએ જણાવ્યું છે કે તેમનો ભત્રીજો ચાર દિવસથી ગાયબ છે. ધારાસભ્ય અને તેમના ભાઈ અતુલસિંહના લોકો ગામમાં ફરી રહ્યા છે. પરિવારના લોકો પર નજર રાખવામાં આવી રહી છે