ઉત્સવો સમાજ જીવનને અલૌકિક તાજગી આપનારા : વાસણભાઇ આહિર અંજારમાં સ્વામિનારાયણ મંદિરે હિંડોળા મહોત્સવનો આરંભ

સુવર્ણ દરવાજાની અર્પણવિધિ કરતા રાજ્યમંત્રી અને સંતો

 

અંજાર : અંજાર ખાતે સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવના આરંભ પ્રસંગે ઉપસ્થિત અંજારના ધારાસભ્ય તથા રાજયમંત્રી વાસણભાઇ આહીરે ઉત્સવો સમાજ જીવનને અલૌકિક તાજગી આપનારા ગણાવતાં ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી તથા ઉપસ્થિત સંતગણની વંદના કરી હતી.
તેમણે કચ્છ સહિત ગુજરાતભરમાં મેઘમહેર વરસી રહે અને પાવન ઉત્સવો લોકજીવનને શાંતિ, સમૃધ્ધિ પ્રદાન કરે તેવી શુભકામનાઓ સેવી હતી. મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ આશિર્વચન પાઠવતાં સત્કાર્યો અનેે જનકલ્યાણ માટે કરેલા દાન ભગવાન સ્વામિનારાયણને અત્યંંત પ્રિય છે તેવું જણાવી દરિદ્રનારાયણો, મુંગાઓની મદદે તત્પર રહેવા હરિભકતોને અપીલ કરી હતી. પ્રારંભમાં મંત્રી, દાતાઓ, હરિભકતોને સંતગણે સન્માનિત કર્યા હતા. સુવર્ણ દરવાજાની અર્પણવિધિ, આનુષાંગિક સુવિધાઓનો મહંત સ્વામી, મંત્રી, સંતગણના હસ્તે પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે ભુજ મંદિરના જાદવજી ભગત, અંજાર નગર પાલિકા પ્રમુખ રાજુભાઇ પલણ, કારોબારી ચેરમેન કેશવજી સોરઠીયા, શહેર ભાજપ પ્રમુખ સંજય દાવડા, શાસકપક્ષના નેતા ડેનીભાઇ શાહ, તાલુકા ભાજપ મહામંત્રી કાના શેઠ, અગ્રણી મહેન્દ્ર કોટક, બલરામભાઇ જેઠવા, ભુજ મંદિરના ટ્રસ્ટી રામજીભાઇ પટેલ, હરિભકતો, સાંખ્યયોગિની, ત્રિવેણીબાઇ, સત્સંગી ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.