ઉત્તરપ્રદેશમાં આજે રાતથી મંગળવાર સવાર સુધી ૩ દિવસનું લોકડાઉન જાહેર

(જી.એન.એસ)લખનઉ,ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે ૩ દિવસના લોકડાઉનની જાહેરાત કરી : આવતીકાલે શુક્રવારે રાત્રે ૮ વાગ્યાથી મંગળવાર સવારે ૭ વાગ્યા સુધી સખત લોકડાઉન પાળવામાં આવશે : અલ્હાબાદ હાઈકોર્ટે ઍક દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશ સરકારને ૫ મોટા શહેરોમાં ૧૪ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવવા કહ્ના હતું પરંતુ યોગી સરકારે સંપૂર્ણ લોકડાઉન લગાવવા પર ઈન્કાર કરેલ હતો પરંતુ કોરોના સંક્રમણની રફતાર વધવા લાગતા હવે વીક ઍન્ડ લોકડાઉનને ધીમે ધીમે વધારવામાં આવી રહેલ છે. આ પહેલા ઉત્તરપ્રદેશમાં ઍક દિવસનું લોકડાઉન વધારીને બે દિવસનું કરવામાં આવેલ અને ઍ પછી તેમાં ઍક દિવસ વધારી દેવામાં આવેલ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તરપ્રદેશમાં ૨૯ હજાર નવા કેસ થયા છે અને ૩૫૯૦૦ દર્દી સાજા થઈને ઘરે પાછા ફર્યા છે.