ઈસીઆઇ સાથે કચ્છના છ વિધાનસભાના ઓબ્ઝર્વરની વિડીયો કોન્ફરન્સ યોજાઇ

ભુજ : ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત વિડીયો કોન્ફરન્સમાં એનઆઇસી ખાતે કચ્છના છ વિધાનસભાના જનરલ અને પોલીસ સહિતના ૧૧ ઓબ્ઝર્વર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે કચ્છમાં પોલીંગ બુથોની વ્યવસ્થા, કાયદો-વ્યવસ્થા, કર્મચારી તાલીમ, નિમણુંકો, વિવિધ સ્કવોર્ડ અને કમિટીની કામગીરીની છણાવટ કરાઇ હતી. આ કોન્ફરન્સમાં કચ્છના છ વિધાનસભાના ઓબ્ઝર્વર અતુલકુમાર તિવારી, અર્શદીપસીંગ થીંડ, સંતોષકુમાર યાદવ, એ.પી.વીધાલે, ડો.જગદીશચંદ્ર જાટીયા, મોહીન્દર પાલ, અમરેન્દ્રકુમાર, વસંત કે.પરદેશી, એસ.કે. ઝફરઉલ હકતનવીર, સંતોષ જી. પરાગે, આશિષ સીંગ ઉપસ્થિત રહયા હતા.