ઈરાન-ઈરાક સીમાએ ભૂકંપ : ૧૪૪ના મોત

૭.૩ની તીવ્રતાના ભુકંપથી બન્ને સરહદે ઠેર-ઠેર તબાહીનું તાંડવ : મૃતાંક વધવાની દહેશત : રાહત-બચાવકાર્ય પુરજોશમાં : અનેક ઈમારતો ધ્વસ્ત

તહેરાન : ઇરાક-ઇરાન સરહદે ગઇકાલે રાત્રે ભારતીય સમય મુજબ ૧ વાગ્યા મુજબ ભુકંપનો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા ૭.ર માપવામાં આવી હતી. જેને કારણે ૧૪૪ લોકોના મોત થયા છે અને ૮૬૯થી વધુ લોકોને ઇજા થઇ છે. ભુકંપને કારણે બંને દેશોમાં ભારે નુકસાન થયુ છે. ભુકંપનું ઉંડાણ ૧પ માઇલ હતુ. અમેરિકી જીઓલોજીકલ સર્વેનું કહેવુ છે કે, ભુકંપનું કેન્દ્ર ઇરાકના ગામ હલબઝાથી દક્ષિણ-પશ્ચિમમાં ૩ર કિ.મી. દુર હતુ. ઇરાની ટીવી મીડીયાના જણાવ્યા પ્રમાણે ભુકંપથી ઇરાનના અનેક સ્થળે વિજળી ચાલી ગઇ છે. રાહત અને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યુ છે.ભુકંપનું કેન્દ્ર હલબઝાથી ર૦ માઇલ દુર હતુ તો કુર્દીસ ટીવીનું કહેવુ છે કે ઇરાકી કુદીસ્તાનમાં અનેક લોકો ભુકંપને કારણે પોતાના ઘરો છોડીને જાન બચાવી ભાગ્યા છે. અનેક ઇમારતોને નુકસાન થયુ છે. કાટમાળ હટાવ્યા બાદ મરનારાની સંખ્યા વધશે તેવુ જણાય છે.ભુકંપ બાદ ઇરાક અને ઇરાનની સરહદે તબાહીની તસ્વીરો સામે આવી છે. ઇરાકના દર્બનદીનાખ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં ઇમારતો ધસી પડી છે. ઇરાકમાં ભુકંપથી ૬૭ના મોત થયા છે અને ૩૦૦થી વધુ લોકોને ઇજા થઇ છે. ભેખડો ધસી
પડવાના કારણે અનેક હાઇવે બંધ થઇ ગયા છે. રેડક્રોર્સની ૩૦ ટીમો બચાવકાર્યમાં લાગી છે. કતારમાં પણ એક બાળક સહિત બે લોકોના મોત થયા છે અને ૧૦પ લોકોને ઇજા થઇ છે. ઇરાકના સુલેમાનીયા પ્રાંતમાં છ લોકોના મોત અને ૧પ૦ લોકોને ઇજા થઇ છે.ભુકંપને કારણે ઇરાનના અનેક શહેરો અને આઠ જેટલા ગામો પ્રભાવિત થયા છે. ભુકંપથી ઇરાનના અનેક સ્થળોએ વિજળી ગુલ થઇ ગઇ છે જેને કારણે રાહત-બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. ઇરાનના ૧૪ જેટલા પ્રાંત ભુકંપની અસર પડી છે. આજે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવેલ છે.૨૦૦૩માં ઇસ્ટર્ન સીટીમાં ૬.૬ પોઇન્ટનો ભુકંપ આવ્યો હતો અને રપ૦૦૦ના મોત થયા હતા. ઓગષ્ટ ર૦૧રમાં ઇરાનના ઉત્તર-પશ્ચિમના વિસ્તારમાં બે ભુકંપથી રપ૦ લોકોના મોત થયા હતા અને ૧૩૦૦થી વધુ લોકોને ઇજા થઇ હતી.