ઈન્ડિગો અને એર ડેક્કનના વિમાન વચ્ચે આકાશમાં મોટો અકસ્માત થતા રહી ગયો

મુંબઈઃ ઢાકાના હવાઈક્ષેત્રમાં ઈન્ડિગો અને એર ડેક્કનના વિમાન એકબીજા સાથે ટકરાતાં રહી ગયા હતા બંને વિમાનોના પાઈલટને એક સ્વચાલિત ચેતવણી પ્રણાલીથી વિમાનો એકબીજાની સામે હોવાની માહિતી મળી. આ બંને વિમાન ખતરનાક રીતે એકબીજાની ઘણી નજીક આવી ગયા હતા. બંને વિમાનો વચ્ચે જેટલું અંતર રાખવાનો નિયમ છે, તેનું આ ઉલ્લંઘન હતું. ઘટના બે મે એ બની હતી જ્યારે બાંગ્લાદેશના હવાઈક્ષેત્રમાં ઈન્ડિગોનું કોલકાતાથી અગરતલા જઈ રહેલું વિમાન ૬ઈ-૮૯૨ અકીલા અને એર ડેક્કનનું અગરતલાથી કોલકાતા જઈ રહેલું વિમાન ડીએન ૬૦૨ હવામાં એકબીજાની નજીક આવી ગયા. આ બંને વિમાન એકબીજાથી માત્ર ૭૦૦ મીટર દૂર જ રહી ગયા હતા. આ ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે.