ઈદ-ઉલ-અઝહાની ગાંધીધામ સંકુલમાં સાદગીથી ઉજવણી

0
image description

ગાંધીધામ : આજરોજ ઈદ-ઉલ-અઝહાની ગાંધીધામ સંકુલમાં સાદગીથી અને સરકારની ગાઈડલાઈન મુજબ કલેક્ટરના જાહેરનામાના અનુસંધાને તમામ નિયમોનું પાલન સાથે ઈદ નમાજ અદા કરવામાં આવેલ. નવી સુંદરપુરી મસ્જીદે તયબાહ ખાતે મૌલાના શોક્તઅલી અકબરીએ ખુત્બો તથા ઈદ નમાજ પઢાવેલ તથા આજના દિવસે ગરીબો-યતીમોને મદદ કરવી તથા આપણો ભારત દેશ કોરોનાની મહામારી બીમારીથી આઝાદ થાય અને સર્વે ભારતીયો એક બીજા સાથે પ્યાર અને મોહબ્બતથી રહે અને કોરોના સાથે નફરતનો વાયરસ પણ નાબુદ થાય તેવી દુઆ કરેલ હતી. કચ્છ જિલ્લાના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ સર્વે હિન્દુ-મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક પાઠવેલ તથા જણાવેલ કે આજના દિવસે કુરબાની કરવી એ હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ની સુન્નત છે પણ નફરતો અને બુરાઈયોનો ખાત્મો કરવો તથા પ્યાર-મહોબ્બતનો પૈગામ આપવો એ ઈસ્લામના મહાન આખરી પયગંમ્બર સાહેબ હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ની સુન્નત છે. તેવું જણાવેલ આપણે આપણા તહેવારો સારી રીતે ઉજવીએ સાથે સાથે શ્રાવણ માસ ચાલતો હોવાથી આપણા હમવતની હિન્દુભાઈઓની લાગણીનો પણ ધ્યાન રાખીએ તેવું હાજી જુમા રાયમાએ જણાવેલ મસ્જીદમાં સોશીયલ ડીસ્ટન્સ સાથે તમામ લોકો માસ્ક પહેરીને મસ્જીદમાં પણ સેનીટાઈઝરનો તમામ વ્યવસ્થા મસ્જીદ કમીટી તરફથી કરવામાં આવેલી હતી. કલેક્ટરના જાહેરનામાની અમલવારી સાથે ઈદ નમાજ અદા કરવામાં આવેલ. એ ડિવીઝન પી.આઈ. શ્રી ંસાગઠીયા, તથા સર્વ સ્ટાફે સુંદર વ્યવસ્થા ગોઠવેલ તે બદલ- મુસ્લિમ સમાજ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરેલ હતો. આ પ્રસંગે અન્ય આગેવાનો જુમા સમા, સુમાર હિંગોરજા, શાહનવાઝ શેખ, સલીમ રાયમા, કરીમભાઈ, હારૂન માંજોઠી, શબીર રાયમા, અજીજભાઈ, લતીફ માંજોઠી, નજીર રાયમા, સદામ હિંગોરજા, સાહીદ રાયમા સહિતના લોકોએ વ્યવસ્થા સંભાળી હતી.