ઈદના તહેવારના પગલે નલિયા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી

નલિયા : છેવાડાના અબડાસા તાલુકામાં ઈદના તહેવાર નિમિત્તે સામાજિક સોહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક નલિયા પોલીસ મથકે મળી હતી.નલીયા પોલીસ મથકે શાંતિ સમિતીની બેઠક ઈદના તહેવારને અનુલક્ષીને મળી હતી. જેના પ્રારંભમાં સૌને આવકાર નલિયા પીએસઆઈ વી.બી. ઝાલાએ આપી બેઠકનો હેતુ સમજાવ્યો હતો. ગામના પ્રતિષ્ઠીત વેપારીઓ અને અગ્રણી નાગરીકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તથા ગામમાં તહેવારોની ઉજવણી દરમ્યાન કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તેવું શાંતિપુર્ણ અને સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તેવી અપીલ કરી હતી. બેઠકમાં નલિયા મુસ્લિમ સમાજના પ્રમુખ અને જિલ્લા પંચાયત વિપક્ષી ઉપનેતા હાજી તકીશા બાવા, લીયાકતઅલી આગરીયા, ડાડા જત, અબ્દુલભાઈ ગજણ, મજીદભાઈ મેમણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.