ઈઝરાયલે સીરિયાઈ રાષ્ટ્રપતિ બશર-અલ અસદને ખતમ કરી નાખવાની આપી ધમકી

ઈઝરાયેલ : ઈરાનમાં વધતા તનાવ વચ્ચે ઈઝરાયલે સીધી સીરિયાઈ રાષ્ટ્રપતિ બશર-અલ અસદને ખતમ કરી નાંખવાની ધમકી આપી. ઈઝરાયલે ચેતવણી આપી કે સીરિયા તેની ધરતીનો ઉપયોગ ઈરાનને ન કરવા દે. ઈઝરાયલ ઈરાનને પોતાના સૌથી ખતરનાક દુશમન માને છે. જેને ઈરાનના પરમાણુ બોમ્બ બનાવવા અથવા સીરિયામાં સ્થાયી ઉપસ્થિતિ રોકવા સતત પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
ઈઝરાયલના ઉર્જા પ્રધાન યુવલ સ્ટેનિત્ઝે કહ્યું કે જો સીરિયાઈ રાષ્ટ્રપતિ અસદ ઈરાનને સીરિયાની ધરતી પર કામ કરવા દેશે તો ઈઝરાયલ તેમને ખતમ કરી નાંખશે અને તેમનું શાસન સમાપ્ત કરી દેશે. તેમણે વધુમાં કહ્યું કે જો અસદ સીરિયાને અમારી વિરુદ્ધ ઈરાનને પ્રાથમિક મોરચો બનાવે છે. અમારી ઉપર સીરિયાની ધરતીથી હુમલો થવા દે છે તો તેમને સમજાવવું પડશે કે તેમનો ખાત્મો થશે. તેમણે એમ પણ કહ્યું કે એ અસ્વીકાર્ય છે કે અસદ તેમના મહેલમાં બેઠા રહે અને તેમની સરકાર ચલાવતા રહે. જ્યારે સીરિયાને ઈઝરાયલ વિરુદ્ધ હુમલાના ઠેકાણા બનવા દે. સ્ટેનિત્ઝે ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂના નજીકના છે. તો સીરિયાએ પણ જવાબ આપ્યો કે ઈઝરાયલ કંઈ કરી શકતું નથી. તે કંઈ કરી શકતા નથી. ઈરાની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રતિનિધિ હસન બેજીએ કહ્યું કે સીરિયામાં અમારી ઉપસ્થિતિ પરામર્શ રૂપે કાયદેસરની છે. અને સીરિયા સરકારના અનુરોધથી છે.
હકીકતમાં સીરિયાના ટી-૪ એરબેઝ પર ૯ એપ્રિલે થયેલા એક હવાઈ હુમલામાં સાત ઈરાની સૈન્ય સલાહકારો અને રિવાલ્યુશનરી ગાડ્‌ર્સના સદસ્યોના મોત થયાં હતા. ઈરાને આ હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યા હતા. જોકે ઈઝરાયલે ના તો તેની જવાબદારી લીધી કે ન તો ઈન્કાર કર્યો. ઈઝરાયલના અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે ઈરાન તે હુમલાનો બદલો લેવા માટે ટુંક સમયમાં સીરિયાની ધરતી પર રોકેટ અને મિસાઈલ દાગી શકે છે.