ઈંધણના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનું કચ્છમાં પણ બંધનું એલાન

વેપારીઓ તથા લોકોને સહકાર આપવા પક્ષ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાનો અનુરોધ

 

ભુજ : દેશમાં શાકભાજીથી માંડીને રાંધણગેસ અને પેટ્રોલ-ડીઝલના દિવસો દિવસ વધતા જતા ભાવના વિરોધમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા સાથી પક્ષોએ તા.૧૦મીએ આપેલા ભારત બંધના એલાનને સફળ બનાવવા કચ્છ જિલ્લા કોંગ્રેસે અનુરોધ કર્યો છે.
પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કચ્છના વેપારીઓ, શાળા-કોલેજો, પેટ્રોલ પંપો અને આમલોકોને આ બંધને સમર્થન આપવા જાહેર અપીલ કરી છે. કેન્દ્રની ભાજપ સરકાર તમામ મોરચે સદંતર નિષ્ફળ નિવડી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હોવાનો પ્રવક્તા ચેતનભાઈ જોષીની યાદીમાં જણાવાયું હતું.