ઈંધણના ભાવવધારા મુદ્દે કેન્દ્ર ચિંતિત : પીએમ મોદીએ બોલાવી તત્કાળ બેઠક

નવી દિલ્હી : ભારતમાં પાછલા કેટલાક સમયથી સતત ક્રુડના ભાવોમાં વધારો જ જીંકવામા આવી રહ્યો છે. સરકાર દ્વારા ટેક્ષ ઘટાડા પછી પણ આ વધારાનો દોર સતત આગળ જ વધી રહ્યો છે દરમ્યાન જ સામે આવતી વિગતો અનુસાર હવે ફરીથી આ વિષયને લને કેન્દ્ર સરકાર ચીંતિત થવા પામી ગઈ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજ રોજ આ બાબતે તત્કાળ બેઠક બોલાવી છે. ઈંધણના વધતા ભાવોને લઈને વડાપ્રધાને સમીક્ષાત્મક બેઠક બોલાવી છે અને તે બેઠકમાં નાણાપ્રધાન અને પેટ્રોલીયમ પ્રધાન પણ હાજર રહેનાર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના સતત વધતા ભાવોને લઈને આ બેઠકમાં જરૂરી પરામર્શ કરવામા આવી શકે છે.