ઇલિયાના ડી ક્રુઝ રવિ તેજા સાથેની ફિલ્મને લઇ ઉત્સુક

મુંબઇ : બોલિવુડની લોકપ્રિય સ્ટાર અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝ લાંબા સમય બાદ ફરી એકવાર દક્ષિણ ભારતની ફિલ્મમાં નજરે પડવા જઇ રહી છે. તે સુપર સ્ટાર અભિનેતા અને હાલમાં સૌથી વધારે નાણાં મેળવતા રવિ તેજા સાથે કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મનુ નિર્માણ હવે પૂર્ણ થવા આવ્યુ છે. આ અમર અકબર એન્થની નામની ફિલ્મ પાંચમી ઓક્ટોબરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. લાંબા સમય બાદ તે ફરી રવિ તેજા સાથે જોડી જમાવી રહી છે. બરફી ફિલ્મ સાથે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ દક્ષિણ ભારતની ફિલ્મમાં નહીંવત દેખાયા બાદ હવે છ વર્ષના ગાળા બાદ ફરી એકવાર દક્ષિણ ભારતની ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તેલુગુ સુપરસ્ટાર રવિ તેજાની સાથે તે અમર અકબર એન્થની ફિલ્મમાં દેખાશે. ઇલિયાના છેલ્લે ૨૦૧૨માં દક્ષિણ ભારતની ફિલ્મમાં દેખાઇ હતી. ત્યારબાદ તે સતત બોલિવુડ ફિલ્મમાં કામ કરી રહી હતી. સોશિયલ મિડિયા પર આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. ઇલિયાના મોટા પ્રોજેક્ટમાં નજરે પડનાર છે. હવે તેની પાસે અન્ય દક્ષિણ ભારતની ફિલ્મો આવે તેવા સંકેત પણ દેખાઇ રહ્યા છે. લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ પાસે હાલમાં કોઇ હિન્દી ફિલ્મ હાથમાં નથી. તે છેલ્લે અજય દેવગનની સાથે રેડ ફિલ્મમાં ચમકી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. તેના લગ્નને લઇને હાલમાં સતત હેવાલો આવ્યા છે. જો તે તે કોઇ ટિપ્પણી આને લઇને કરી રહી નથી. ઇલિયાના ડી ક્રુઝે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત રણબીર કપુર સાથે બર્ફી ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. તે કોઇ ચમત્કારથી ઠીક થઇ નથી. હાલમાજ રજૂ થયેલી રેડ અને તેના પહેલા બાદશાહો ફિલ્મમાં તે અજય દેવગનની સાથે નજરે પડી હતી. ફિલ્મમાં અજય સાથે તેની જોડીની પ્રશંસા થઇ હતી. આ ફિલ્મને સરેરાશ સફળતા પણ મળી હતી. ઇલિયાના તે પહેલા અક્ષય કુમારની સાથે રૂસ્તમ ફિલ્મમાં પણ નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તેને સારા કલાકારો સાથે રોલ મળ્યા છે.ઇલિયાના પોતાની કેરિયરમાં ખરાબ સમયમાંથી પણ પસાર થઇ ચુકી છે. થોડાક સમય પહેલા ઇલિયાનાએ એવો ખુલાસો કરીને તમામને ચોંકાવી દીધા હતા કે એક વખતે તે એટલી હદ સુધી ડિપ્રેશનમાં પહોંચી ગઇ હતી કે તે આત્મહત્યા અંગે વિચારતી રહેતી હતી. પોતાના સંઘર્ષ અનવે ડિપ્રેશનના સંબંધમાં વાત કરતા ઇલિયાનાએ કહ્યુ છે કે ડિપ્રેશન એકદમ સાચી બાબત છે. તેનુ કહેવુ છે કે ડિપ્રેશન દિમાગમાં એક પ્રકારની કેમિકલ અસમાનતા છે. તેની સારવાર કરવામાં આવે તે જરૂરી છે. ઇલિયાનાને પહેલા પણ રવિ તેજા સાથે કામ કરી ચુકી છે. રવિ તેજાની ફિલ્મની ચાહકો હમેંશા ઇન્તજાર કરતા રહે છે. તમામ પ્રકારની કુશળતા હોવા છતાં ઇલિયાના બોલિવુડમાં અપેક્ષા કરતા ઓછી સફળતા હાંસલ કરી શકી છે. તે કેટલીક મોટી ફિલ્મ કરી ચુકી છે. જેમાં બાદશાહો, રૂસ્તમ અને મે તેરા હિરો ફિલ્મનો સમાવેશ થાય છે. જો કે દક્ષિણ ભારતની ફિલ્મમાં તે સુપર સ્ટાર તરીકે રહી છે. દક્ષિણમાં તેની પાસે ફિલ્મો વધારે છે. તમામ સુપરસ્ટાર સાથે તે સાઉથની ફિલ્મમાં દેખાઇ છે.