ઇરાન સમર્થક મિલિશિયાએ સિરિયામાં અમેરિકન સૈનિકો પર રોકેટમારો કર્યો

(જી.એન.એસ.)વોશિંગ્ટન,ઈરાક અને સીરિયાની સરહદ પર અમેરિકાની એર સ્ટ્રાઇક બાદ હવે સીરિયામાં સક્રિય મિલિશિયાએ પણ અમેરિકન સેનાની વિરુદ્ધ બદલો લેતા કાર્યવાહી કરી છે. ઈરાન સમર્થક મિલિશિયાએ સીરિયામાં અમેરિકન સૈનિકો પર રોકેટમારો કર્યો છે. ત્યારબાદ અમેરિકન સેના પણ હરકતમાં આવી ગઈ અને જવાબી કાર્યવાહીમાં સીરિયાથી ગ્રુપોની વિરુદ્ધ પોતાની તોપોના મોઢા ખોલી દીધા અને ગોળીબાર પણ કર્યો. ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકન સૈન્ય મિશનના પ્રવક્તા કર્નલ વાયને મારોટ્ટોએ ટિ્‌વટર પર સોમવારના લખ્યું કે, સવારે ૭ વાગીને ૪૪ મિનિટ પર સીરિયામાં અમેરિકન દળો પર રોકેટથી અનેક હુમલા થયા છે.તેમણે જણાવ્યું કે, આ હુમલામાં કોઈ નુકસાન નથી થયું અને હવે આનાથી થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. મોરોટ્ટોએ બાદમાં ફરીથી ટ્‌વીટ કરીને જણાવ્યું કે, સીરિયામાં હુમલો થવા પર અમેરિકન દળોએ આત્મરક્ષણમાં તોપથી ગોળા છોડ્યા છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા અમેરિકાએ ઇરાક અને સીરિયાની વચ્ચે સરહદની નજીક ઈરાન સમર્થિત મિલિશિયા ગ્રુપો તરફથી ઉપયોગ કરતા અડ્ડાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. ઈરાકની સેનાએ અમેરિકન હુમલાઓની ટીકા કરી હતી અને મિલિશિયા સમૂહ ઇરાકમાં અમેરિકન દળોની વિરુદ્ધ માનવરહિત યાનથી હુમલો કરવા માટે આ ઠેકાણાઓનો ઉપયોગ કરી રહ્યા હતા.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના નેતૃત્વવાળી સરકાર દ્વારા અહીં કરવામાં આવેલો આ બીજો હુમલો હતો. કિર્બીએ ઇરાક પર હુમલાઓને ‘રક્ષાત્મક ગણાવતા કહ્યું હતું કે, આ હુમલા ઇરાકમાં અમેરિકન હિતોને નિશાન બનાવીને કરવામાં આવી રહેલા ઈરાન સમર્થિત જૂથોના હુમલાના જવાબમાં કરવામાં આવ્યા.” કિર્બીએ કહ્યું કે, “અમેરિકાએ જોખમને ઓછું કરવા માટે અને હુમલા રોકવા માટે એક સ્પષ્ટ સંદેશ મોકલવા માટે જરૂરી, યોગ્ય અને સમજી-વિચારીને કાર્યવાહી કરી.