ઇરાન ભૂકં૫ મૃતાંક ૪૬૦

તહેરાન : ઇરાન-ઇરાક સરહદ પર આવેલા આ વર્ષના સૌથી વિનાશકારી ભૂકંપમાં મોતનો આંકડો વધીને હવે ૪૬૦થી પણ ઉપર પહોંચી ગયો છે. બચાવ અને રાહત કામગારી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વર્ષ ૨૦૧૭ના સૌથી વિનાશકારી ધરતીકંપ તરીકે આને જાવામાં આવે છે. ધરતીકંપના કારણે અભૂતપૂર્વ નુકસાન થયુ છે. હજારો ઇમારતો અને મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયા છે. મોટી સંખ્યામાં લોકો હજુ પણ જાહેર રસ્તામાં અને ખુલ્લામાં છે. ઘાયલોની સંખ્યા ૭૫૦૦થી વધારે આંકવામાં આવી છે.