ઇમરાન તરફથી આમંત્રણ નથી મળ્યું : આમિર ખાન

મુંબઇઃ બોલિવૂડ એક્ટર આમિર ખાનને ઇમરાન ખાનના શપથગ્રહણ સમારંભનું આમંત્રણ નથી મળ્યું. આ વાતની જાણકારી ખુદ આમિર ખાને આપી છે. આમિર ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું- મને અત્યાર સુધી કોઇ આમંત્રણ મળ્યુ નથી. હું ૧૨ ઓગસ્ટથી શરૂ થનારા કાર્યક્રમમાં વ્યસ્ત છું. જો મને આમંત્રણ મળતું તો પણ હું વ્યસ્તતાને કારણે તેમાં સામેલ થઇ ના શકત. મહત્વપૂર્ણ છે કે કેટલાક ક્રિકેટર સહિત આમિર ખાનને પણ ઇમરાન ખાન તરફથી આમંત્રણના સમાચાર હતા.ઇમરાન ખાન ૧૧ ઓગસ્ટે પાકિસ્તાનના વડાપ્રધાન પદના શપથ લેશે. સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, નવજોત સિંહ સિદ્ધુને સમારંભમાં આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સિદ્ધૂએ ઇમરાનનું આમંત્રણ સ્વીકાર પણ કરી લીધુ છે. તેને કહ્યું હતું ‘હું ભારતની વિદેશી નીતિનું સન્માન કરૂ છું પરંતુ ઇમરાને વ્યક્તિગત આમંત્રણ આપ્યુ છે. ખેલાડી હંમેશા પુલ બનાવે છે,બંધનોને તોડે છે અને લોકોને જોડે છે.’ કપિલ દેવે કહ્યું હતું- મને આમંત્રણ વિશે જાણકારી નથી પરંતુ આમંત્રણ મળ્યુ અને સરકારે મંજુરી આપી તો હું જરૂર જઇશ.