ઇન્કમટેક્સનું નવું પોર્ટલ સરખું ન ચાલતું હોવાની ફરિયાદો ઊઠી

(જી.એન.એસ), અમદાવાદ, એડવાન્સ ટેકસ ભરવાની મુદત ૧૫ સપ્ટેમ્બર છે.ટીડીએસ અને ટીસીએની મુદત દર માસની ૭ તારીખ સુધીમાં ભરવાનું હોય છે. જૂના ઇન્કમટેકસ રિટર્ન ભરવાના બાકી હોય તેમાં કોઇ કરમાફી આપવામાં આવી નથી. કરદાતા દ્વારા ફાઇલ કરવાની થતી અપીલની મુદતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. ત્રિમાસીક ટીડીએસ અને ટીસીએસની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આમ સામાન્ય કરદાતાને લાગું પડતી રિટર્ન અને કમ્પલાઇન્સ કરવાની સમયમર્યાદામાં વધારો ન થતા કરદાતા મુશ્કેલીમાં મુકાયા છે.ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે નાની મોટી કમ્પલાઇન્સની મુદત પૂરી થતી હતી તેમાં ૨થી ૫ મહિનાનો વધારો કરવાની જાહેરાત કરી છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું પોર્ટલ છેલ્લા બે માસથી ચાલતું ન હોવાથી કરદાતાઓ રિટર્ન કે કમ્પલાઇન્સ ફાઇલ કરી શકતા નથી, જેને લઇને નાણામંત્રીએ કેટલાક રિટર્ન અને ફોર્મ ભરવાની મુદતમાં વધારો કર્યો હતો, પરંતુ કેટલાક મહત્ત્વના રિટર્નની મુદતમાં વધારો ન કરાતા વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં ઓડિટ, અપીલ, ટીડીએસ, ટીસીએસ અને એડવાન્સ ટેકસ ભરવાની મુદતમાં વધારો નથી કરાયો. પરંતુ ઘણા બધા રિટર્નની સમય મર્યાદા સપ્ટેમ્બર અને ઓકટોબર માસમાં પૂરી થાય છે. તેમાં કોઇ વધારો કરવામાં ન આવતા કરદાતા મુશ્કેલીમાં મુકાયા છે. જેમ કે ઓડિટ વગરના ઇન્કમટેકસ રિટર્ન ભરવાની મુદત ૩૧ સપ્ટેમ્બર છે.