ઇઝરાયલના વડા પ્રધાન મોદીને ખારું પાણી મીઠું કરતી જીપ ભેટમાં આપશે

જેરુસલેમઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ ૧૪મી જાન્યુઆરીએ ભારતની મુલાકાતે આવવાના છે અને તેઓ આ મુલાકાત દરમિયાન પોતાના મિત્ર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખારું પાણી મીઠું કરતી જીપ (ગૅલ-મૉબાઇલ ડિસેલિનાઇઝેશન એન્ડ પ્યુરિફિકેશન જીપ) ભેટમાં આપશે. અગાઉ, મોદી ગયા વર્ષના જુલાઇમાં ઇઝરાયલ ગયા હતા ત્યારે તેઓ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુની સાથે આવી જીપમાં બેસીને ફર્યા હતા.ખારું પાણી મીઠું બનાવતી આ જીપની કિંમત અંદાજે ૧,૧૧,૦૦૦ અમેરિકી ડૉલર છે.