આવ્યો અષાઢીબીજનો અવસર : ગુજરાતમાં જગન્નાથનો જયઘોષ

અમદાવાદમાં ૧૪૧મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જગન્નાથજીને ઝુંકાવ્યું શીશ

શ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં મુખ્યમંત્રીશ્રીએ પહિન્દ વિધિ કરીઃ નાયબ મુખ્યમંત્રીશ્રી પણ સહભાગી બન્યા : રાજ્યમાં શાંતિ-સલામતી અને વિકાસની તેજ ગતિ જળવાય તેવા ભગવાનના આશીર્વાદ મળતા રહેશે :મુખ્યમંત્રી : નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી

 

મેઘરાજાએ અષાઢીબીજનું શુકન સાચવ્યું :અ’વાદ રથયાત્રામાં થયા અમીછાંટણાં..!
ગાંધીનગર : દર વરસે વરૂણ દેવ પોતાની કૃપા સ્વરૂપે અમદાવાદમાંરથયાત્રા પર વરસાવતા હોય છે. ભગવાનના જાણ કે તેઓએ પણ દર્શન કરવા આવતા હોય છે તે અનુસાર જ રથયારા પર છાંટણાઓ વરસતા જ હોય છે. આજે બપોરે બાર વાગ્યાની આસપાસ અમીછાંટણા થવા પામી ગયા છે. અને તેથી જ રથયાત્રામાં જોડાયેલા હજજારે હરીભકતો, શ્રદ્ધાળુઓનો ઉત્સાહ બેવડાવી જવા પામી ગયો હતો.

 

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલને સતત બીજી વાર ભગવાન જગન્નાથ ની રથયાત્રાની પહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રા ને ૧૪૧ માં વર્ષે ભગવાન ના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી અમદાવાદ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદાય આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા દિવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મન્દીર પરત આવશે. તેમણે જગન્નાથજી ની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે સુખ સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે વરસાદ પણ સર્વત્ર સારો થાય તેવી કૃપા વાંછના પણ આ વેળા કરી હતી અષાઢી બીજ કચ્છીઓ નૂતન વર્ષ છે એ અવસરે મુખ્યમંત્રીએ કચ્છી સમાજ ના સૌ ભાઈ બહેનો ને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી હતી.
મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજ્યભરના લોકો આ રથયાત્રામાં સમ્મિલિત થાય છે, ઉત્સાહ અનેભક્તિભાવ પૂર્વક તેમાં ભાગ લે છે ત્યારે ભગવાનની અવિરત કૃપા રાજ્ય પર વરસતી રહે તેવી પ્રાર્થના કરીએ છીએ. રથયાત્રા આજે લોકોત્સવ બની છેત્યારે ભગવાન જગન્નાથ સૌને શાંતિ-સલામતી અને સુરક્ષા આપે તેવી અભ્યર્થના છે. તેની સાથે સાથે રાજ્યના લોકોને સમૃધ્ધિ અર્પે અને ગુજરાતની વિકાસ યાત્રા અવિરત આગળ વધતી રહે તેવી આકાંક્ષા રાખીએ. ભગવાન જગન્નાથ આપણી આ ઈચ્છાઓને પુર્ણ કરશે તેવો વિશ્વાસ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજના તમામ વર્ગો આ રથયાત્રામાં અનેરા શ્રધ્ધા-ભાવથી જોડાય છે અને પરંપરાગત રીતે યોજાતી આ રથયાત્રાનું વિશેષ મહત્વ છે. અષાઢી બીજના દિવસે ભગવાનના દર્શનનું પણ એટલું જ મહત્વ છે, એમ તમેણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, અન્ય આગેવાનો-શ્રધ્ધાળુઓ વગેરે ઉપસ્થિપત રહ્યા હતાં.