આવી તો કેવી મજબૂરી ? કચ્છમાં કરોડોના કૌભાંડ આચરના બ્લેક લિસ્ટેડ કંપનીને જ ફરી ટેન્ડર આપવા સરકારની તૈયારી

  • લલ્લુજી એન્ડ સન્સ કંપની ૧૦૯ કરોડના કૌભાંડમાં છે ચકચારી

કોરોડોનું કૌભાંડ આચરનાર કંપની લલ્લુજી એન્ડ સન્સને કરોડોનું ટેન્ડર આપવાની તૈયારી ચાલી રહી છે, જેના કારણે ઘણા સવાલો ઉભા થયા છે, સૌથી મહત્વની વાત તો એ છે કે કંપનીને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા પહેલાથી બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી છે

ગાંધીધામ : રાજ્ય સરકાર બ્લેક લિસ્ટેડ કંપનીને કરોડોનું ટેન્ડર  આપવાની તૈયારીમાં છે. લલ્લુજી એન્ડ સન્સ કંપનીને રાજ્ય સરકાર તરફથી ટેન્ડર મળી શકે છે. આ કંપનીએ કોરોડોના ખોટા બીલ પાસ કર્યા હતા. જેના કારણે આ કંપનીને બ્લેક લીસ્ટ કરવામાં આવી હતી. પરંતુ હવે સરકાર તરફથી કંપનીને કરોડોનું ટેન્ડર આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેના કારણે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. નોધનીય છે કે, કચ્છના રણોત્સવનો કોન્ટ્રાકટ પણ આ કંપનીનો લાંબા સમયથી સતત વિવાદમાં જ રહેતો આવ્યો છે.૨૦૧૯માં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાયો હતો. આ કુંભ મેળામાં લલ્લુજી એન્ડ સન્સ કંપની પર આરોપ લાગ્યા હતા કે કંપની દ્વારા ૧૦૯ કરોડ રૂપિયાના ખોટા બિલ બનાવામાં આવ્યા છે. જેથી કંપનીના કુલ ૧૧ ભાગીદારો સામે કેસ પણ થયો હતો. કુંભ મેળાના અધિકારીઓની ખોટી સહીઓ કરીને દસ્તાવેજો તૈયાર કરવાનો ભાગીદારો સામે આરોપ લાગ્યો હતો.આ બનાવ બાદ પ્રયાગરાજ સત્તાતંત્ર દ્વારા કંપનીને ૫ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.કંપનીને કુંભમેળામાં ટેન્ટ અને ફર્નિચર પૂરુ પાડવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેમા કંપનીએ સરકાર સમક્ષ ૧૯૬ કરોડના બીલ મુક્યાા હતા.પરંતુ ઉત્તરપ્રદેશ સરકારે આ બીલોની તપાસ કરી ત્યારે માત્ર ૮૬ કરોડના બિલ સાચા હતા. જ્યારે ૧૦૯ કરોડના બીલ કંપનીએ ખોટા રજૂ કર્યા હતા. જેથી કંપનીના ૧૧ ભાગીદારો સામે કેસ થયો સાથેજ કંપની પણ બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી.

લો રેટ કંપનીના ટેન્ડર રિજેક્ટ

ગાંધીધામ : જોકે હવે રાજ્ય સરકાર દ્વારા લો રેટ કંપનીના ટેન્ડર રિજેક્ટ કરીને લલ્લુજી કંપનીને ટેન્ડર આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રવાસન વિભાગ દ્વારા ૩૫ કરોડનું ટેન્ડર ૭૫ કરોડમાં આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નડાબેડના પ્રવાસન વિકાસ માટે ૩૫ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેનું પ્રેઝન્ટેશન પણ મુખ્યમંત્રી સામે રજૂ કરવામાં આવ્યું હતું.

લલ્લુજી કંપનીને ટેન્ડર આપવાની તૈયારી

ગાંધીધામ : આ પ્રેઝન્ટેશન બાદ લો રેટવાળી ૩ કંપનીના ટેન્ડર રિજેક્ટ થયા છે. બીજી તરફ લલ્લુજી કંપનીને સરકાર ટેન્ડર આપવાની તૈયારી કરી રહી છે. પરંતુ આ કંપનીને તો ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા પહેલાથી બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. જેના કારણે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.

સળગતા સવાલો

ગાંધીધામ : સૌથી પહેલો સવાલ તો એ ઉભો થાય છે કે લલ્લુજી કંપનીને ટેન્ડર આપવા પાછળ કોનો ફાયદો કરાવામાં આવી રહ્યો છે. તો બીજો સવાલ એ પણ છે કે લો રેટ કંપનના ટેન્ડર રદ કરવામાં કેમ આવ્યા અને મોંઘા ભાવે ટેન્ડરને મંજૂરી આપવાની તૈયારી કેમ ચાલી રહી છે. જો મોંધા ભાવના ટેન્ડરજ મંજૂર કરવાના હોય તો ટેન્ડર બહાર પાડવાનો શું મતલબ છે તે પણ એક સળગતો સવાલ છે. અને સૌથી ઉલ્લેખનીય વાત અહીયા એ છે કે એવી તો કઈ મજબૂરી છે કે સરકાર દ્વારા બ્લેક લીસ્ટેડ કંપનીને ટેન્ડર આપવાની તૈયાર કરવામાં આવી રહી છે.