આવા બેફામ ડ્રાયવરોને સજા કયારે?

ગોઝારા અકસ્માતોમાં દોષિત મૂળ ‘ડ્રાયવર’ને કડકમાં કડક સજા થઈ હોય તેવું હજુ
સુધી સાંભળ્યુ છે ખરૂં ? અનકવોલીફાઈડ ડ્રાયવરોને વાહન સોંપી દેનારા ટ્રક માલીકો-ટ્રાન્સપોર્ટસની સામે પણ થવી જોઈએ લાલઆંખ

ઓવરલોડ ટ્રક-ડમ્પર-ટ્રેઈલર પણ યમદુત બનવાના છે મોટા કારણો? કેમ અન્ડરલોડ પરીવહન માટે નથી થતી ઝુંબેશરૂપ કાર્યવાહી?

ટ્રક ચલાવતા ડ્રાયવરોને કેટલાય નિદોર્ષ લોકોની જાન લઈ લીધી છે. પણ કોઈને સજા થઈ હોય તેવુ ધ્યાનમાં આવી રહ્યુ છે ખરૂ..? હકીકતમાં આ બાબતે કાયદો સુધારવાની જરૂરીયાત જણાઈ રહી છે.
હકીકતમાં જીવલેણ અકસ્માતોની વણજાર હાલમાં કચ્છમાં પણ એક પછી એક સતત સામે આવવા પામી રહી છે ત્યારે જોવાની વાત એ છે ટ્રાફીક વિભાગ ટુ વ્હીલર્સવાળાઓની પાસેથી હેલ્મેટ ન પહેરવા સહિતના કેસો કરવામાં ઠેર ઠેર સમયાંતરે ઝુંબેશના ભાગરૂપે જોવા મફ્રી જ આવતા હોય છે પરંતુ જીવલેણ અકસ્માતો સર્જી અને એક સાથે પાંચથી વધુ જીંદગીઓના શ્વાસ હણી લેનાર આવા બેફામ ડ્રાયવરો પર કયારે-કેટલી વાર પગલા લીધા છે ખરા? આવા તત્વોની સામે તપાસ કરવાની જરૂરી છે કે, જેઓ આવા અકસ્માતો સર્જી રહ્યા છે તેવા ટ્રક-ડમપર-ટ્રેઈલરના ડ્રાયવરો હકીકતમાં આ મુજબના વાહનો ચલાવવાની યોગ્યતાઓ તમામ રીતે ધરાવે છે ખરા? મોટાભાગના કલીનર જ ટ્રકો દોડાવતા હોવાથી કે પછી આઠ ચોપડી પણ પાસ ન હોય તેવા ડ્રાયવરોના હાથમાં સ્ટીયરીંગ આપી દેવામા આવતા હોવાથી આવી ઘટનાઓ બની રહી છે. આ ઉપરાંત ટ્રકો-ડમ્પરો અને ટ્રેઈલરો કેટકેટલા કચ્છમાં અંડરલોડ દોડાવાય છે? મોટાભાગના ઓવરલોડ વાહનો ધમધમી રહ્યા છે અને તેમાંય પણ રોંગસાઈડમાં આડેધડ આવતા આવા ડમ્પરો નાના વાહનોને માટે તો યમદુત જ પુરવાર થવાના છે ને? કેમ આવરલોડની સામે કડકાઈ નથી આદરવામા આવતી? જેટલા ડ્રાયવરોને દોષીત માનવામ આવે છે તેટલા જ હકીકતમાં આવા ડ્રાયવરોને કામ પર રાખનારા વાહનચાલકો અને વાહન માલીકોને પણ કાયદાના દાયરામાં લાવવા જોઈએ. પરંતુ હજુ સુધી અકસ્માત નોતરનારા વાહનના માલીકને અથવા તો ડ્રાયરવને કોઈ મોટી સજા અપાઈ હોય તેવુ ફલિત થતુ નથી અને કદાચ એટલા માટે જ આવા ઘટનાક્રમો અટકતા નથી અને ગુન્હા આચરનારાઓને પણ કાયદાનો ભય દેખાતો નથી? રાજકીય પદાધિકારીઓ, આમપ્રજાજનો સૌ કોઈએ આ બાબતે હકીકતમાં વિચારવુ જ જોઈએ.
ખેડોઈ પાસે રોંગસાઈડમાં ડમ્પરે પાંચ લોકોના જીવ હણી લીધા તો શિકરા પાસે પણ રોંગસાઈડમાં જતા ટ્રેકટરમાં લકઝરી હડફેટે દસ લોકોના જીવનદીપ બુઝયા હતા