આવતી કાલે જિલ્લાના ૪ સ્થળોએ નારી ગૌરવ દિવસનું આયોજન કરવામાં આવશે

નારી ઉત્થાન અને સ્ત્રીસશ્ક્તિકરણની અનેક સહાય અને કાર્યકમોનું આયોજન

રાજ્ય સરકારશ્રીના ૫ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે તા. ૦૧/૦૮/૨૦૨૧ થી ૦૯/૦૮/૨૦૨૧ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા લોકોપયોગી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે તા.૦૪/૦૮/૨૦૨૧ ના રોજ “નારી ગૌરવ દિવસ” નિમિતે આયોજિત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણનો તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધ વિકાસ કામોના ડીઝીટલ લોકાર્પણ/ખાતમુહૂર્તનો રાજ્યવ્યાપી સમારંભનુ આયોજન કરવામાં આવેલ છે. સમાજના સર્વગ્રાહી  વિકાસ માટે નારીનું સન્માન જળવાય તે  હેતુ રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ. ૩૫૧૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જાતિય સમાનતાનીદિશામાંગુજરાતેઆગેકદમબઢાવી”વ્હાલી દીકરી યોજના” લાગુ કરી તો ૧૮૧અભયમમહિલાહેલ્પલાઈનનીઅત્યારસુધીમાં૮લાખ૨૫હજારથીવધુમહિલાઓનેસેવાપુરીપાડવામાંઆવીછે. રાજ્યનીમહિલાઓઆર્થિકરીતેઆત્મનિર્ભરબનેતેમાટેગૃહઉદ્યોગ, વ્યવસાય શરૂ કરવા માટે ૨૫૭૯  બહેનોને રૂ. ૯,૬૭,૪૮,૬૯૦  લોન તથા રૂ. ૩,૦૪,૩૧,૦૮૭ સબસીડી આપવામાં આવી છે. સમગ્ર રાજ્યામાં નારી ગૌરવ દિનની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત કચ્છ જીલ્લામાં પણ આ કાર્યક્રમનું આયોજન અલગ અલગ ૪ તાલુકામાં કરવામાં આવી રહ્યું છે. જેમાં નખત્રાણા, માંડવી,ભુજ તથા ગાંધીધામ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ૪૮૮ JLESGS ગ્રુપને વગર વ્યાજની લોન માટેના ચેક/મંજુરી પત્રનું વિતરણ કરવામાં આવનાર છે. જેના પ્રતિક રૂપે તમામ સ્થળ પરથી ૨૦ – ૨૦ જૂથને કાર્યક્રમમાં સ્ટેજ પરથી મહાનુભાઓના હસ્તે ચેક/મંજુરી પત્રનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત કચ્છ જીલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કુલ ૬ નંદઘરનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગાંધીધામ તાલુકામા ૨ ઘટક કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. નિરાધાર વિધવાઓ સન્માન પુર્વક જીવી શકે અને તેમનુ સમાજમા યોગ્ય પુન:સ્થાપન થઇ શકે તેવા હેતુથી “નિરાધાર વિધવા સહાયયોજના” તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી “વ્હાલી દીકરી યોજના”ના લાભાર્થીઓનેપણસહાય આપવામાં આવશે.