આવતીકાલે બિદડામાં દલિત મહાસંમેલન

માંડવી : ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા અને માંડવી-મુંદરા વિધાનસભા અનુસુચિત જાતિ મોરચાના ઉપક્રમે આવતીકાલ તા.પ/૧રના બપોરે ૧ કલાકે માંડવી તાલુકાના બિદડા ખાતે દલિત મહાસંમેલનનું આયોજન કરાયું છે. ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શંભુનાથજી ટુડિયાના અધ્યક્ષસ્થાને આયોજિત મહાસંમેલનમાં યુપીના મંત્રી સ્વતંત્રદેવસિંહ, પ્રદેશ ઉપાધ્યાક્ષ જયંતિ ભાનુશાલી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, રમેશ મહેશ્વરી, રામજી ઘેડા, સામત મહેશ્વરી, નરેન્દ્ર પીઠડિયા, નરેશ મહેશ્વરી, વિશ્રામ ગઢવી, સુરેશ સંઘાર, છાયાબેન ગઢવી, કેશવજી રોશિયા, આલારામ કેશરાણી, શામજી વાણિયા, રાજેશ સોધમ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. માંડવી તાલુકા અ.જાતિ મોરચાના પ્રમુખ પ્રેમકુમાર ખાંખલા, મહામંત્રી મગન સીચડિયા, માંડવી શહેર અ.જાતી મોરચા પ્રમુખ શંકર જુવડ, મહામંત્રી વેરશી ગરવા, મુંદરા તા.અ.જાતિ મોરચા પ્રમુખ દેવશી પાતળિયા, મહામંત્રી ગોવિંદ ધુઆ વગેરે આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે.