આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ થશે જાહેર

ભુજ : આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. શાળાઓ ઓનલાઈન આ પરિણામ જોઈ શકશે. સવારે 8 કલાકે પરિણામ જાહેર કરવામાં આવશે. કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં લઈને ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરિણામની ફોર્મ્યુલા પ્રમાણે ધોરણ 10ના પરિણામના 50 માર્ક્સ, ધોરણ 11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધોરણ 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગૃપ-એના વિદ્યાર્થીઓને ગણિત વિષય સામે ધોરણ 10માં ગણિતના વિષયમાં મેળવેલા ગુણ ધ્યાને લેવાયા છે. જ્યારે ગૃપ-બીના વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાનના ગુણ ધોરણ 10ના વિજ્ઞાન વિષયમાં મેળવેલા ગુણને ધ્યાને લેવાયા છે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે.