કોઠારા : કોઠારા મધ્યે આજે સવારે મળેલી વેપારીઓની અને ધંધાર્થીઓ બેઠકમાં બપોર ર વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી અડધા દિવસના લોકડાઉનનો સ્વૈચ્છીક નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઠારામાં કોરોના સંક્રમણ વધતા સામાજીક જવાબદારીના ભાગરૂપે તેને અટકાવવા માટે કોઠારાના વેપારીઓ અને ધંધાર્થીઓની મીટીંગ મળી હતી જેમાં તલાટી વૈભગ પ્રજાપતિ તથા આરોગ્ય અને અન્ય ખાતાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સંક્રમણની ચેઈન તોડવા માટે આવતીકાલ મંગળવારથી તા.૩૦-૪ સુધી કોઠારાના તમામ વેપારીઓ અને લારી-ગલ્લાવાળા સહિત તમામ ધંધાર્થીઓ સવારથી બપોરે ર વાગ્ય સુધી કામકાજ કરી અડધો દિવસ સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો.સાથે દુકાનમાં ગ્રાહકો અને ધંધાર્થીઓ કડક કોવીડ ગાઈડ લાઈનનું પાલન કરે અને માસ્ક વગર કોઈ ન ફરે તેની તકેદારી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ લોકજાગૃતિનું ઉત્તમ ઉદાહરણ આપતા કોઠારાના ગ્રામજનો અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક અડધા દિવસના લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો.