આરોગ્ય, વીજળી, રોડ રસ્તા પાણી, ટોલટેક્ષ અને વિકાસલક્ષી બાબતે જનપ્રતિનિધિઓની છણાવટ

કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ : ચોમાસામાં વીજળી, રોડ રસ્તા અને આરોગ્ય બાબતે ઉચિત અમલવારી માટે સૌનો એકસૂર

ભુજ : આજરોજ કલેકટર કચેરી કચ્છ-ભુજ ખાતે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓ અને અધિકારીશ્રીઓએ જિલ્લાના આરોગ્ય, રોડરસ્તા, પુલ, પાણી, નર્મદા, ટોલ ટેક્ષ અને વિકાસલક્ષી ધાર્મિક, પ્રવાસન અને પ્રાથમિક સુવિધાઓની બાબતે ઉચિત અમલવારી માટે સૌએ એકસૂરે સબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરી હતી.

વિકાસ કામો અને પ્રાથમિક સુવિધાના કામો બાબતે અવરોધાતી બાબતો અને પગલાંની છણાવટ આ બેઠકમાં કરવામાં આવી તેમજ ચોમાસામાં વીજળી, આરોગ્ય, રોડ રસ્તા બાબતે કામની સત્વરે ઉચિત અમલવારી કરવા જનપ્રતિનિધિઓએ કડક રીતે જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લાના રોડ રસ્તાં અને પુલ તેમજ નર્મદા કેનાલ અને વિકાસ કામો તેમજ ચોમાસામાં કરવાના થતાં કામો મુદે જનપ્રતિનિધિ સર્વશ્રી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વશ્રી ભુજ ડો.નીમાબેન આચાર્ય, માંડવી મુન્દ્રા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ એકસૂરે સબંધિત વિભાગ અને અધિકારીશ્રીઓ સાથે વિગતે છણાવટ કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિકાસ કામોની કચેરીઓને પડતી સગવડો બાબતે સહયોગ કરવા પણ આ તકે આ જનપ્રતિનિધિઓએ એકસૂર દર્શાવ્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓશ્રીએ વીજળી, ઈરિગેશન, રૂદ્રમાતા કેનાલ, ભૂજોડી બ્રિજ, ધીણોધ્ધર ફોરેસ્ટ, ભુજ નગરપાલિકાના મનરેગાના વિકાસ કામો, મુન્દ્રાના પ્રાથમિક સુવિધાના કામો, ભુજ ધાર્મિક સ્થાનોનો વિકાસ, ભુજમાં અને ગાંધીધામમાં આકાર પામનાર આવાસ યોજનાઓ, બન્ની વિસ્તારના વિકાસ તેમજ પ્રાથમિક સુવિધા, ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામના પ્રશ્નો, રેવન્યુ વિલેજ માટેની ચર્ચા અને અમલીકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એચ.એમ.જાડેજા તેમજ બન્ની વિસ્તારમાં વિલેજ બાઉન્ડ્રી બાબતે નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલાએ વિગતે ચર્ચા કરી હતી. નેશનલ હાઈવે ઓથોરીટી ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ અને માર્ગ અને મકાન વિભાગ રાજય, પંચાયત અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારીશ્રીઓને આ બેઠકમાં જિલ્લાના પ્રશ્નો અને ઉકેલ બાબતે ઉપસ્થિત જનપ્રતિનિધિશ્રીઓએ અને અધિકારીશ્રીઓએ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ની આગેવાની હેઠળ વિગતે ચર્ચા કરી હતી. બેઠકમાં અબડાસા વિસ્તારમાં જખૌ, ભંગોડી વાંઢ, ભારવાંઢ, ગોલાય, કોસા, નવાવાસ, વાલાવારી વાંઢ, ઘડૂલી, નિમનીવાંઢ અને મોહાડી ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા કરાએલ કામગીરીના ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાના પ્રશ્નોની ચર્ચા થઇ હતી તેમજ રાપર ધારાસભ્યના વીજળી, ભચાઉ હેલ્થ ઓફિસર આરોગ્ય કેન્દ્ર તેમજ ૧૫માં નાણાંપંચ સ્ટેમ્પ ડયુટી જેવી તમામ કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કોવીડ-૧૯ની ગાઇડલાઇન અને તે સંદર્ભે ઉદ્વભવતા પ્રશ્નો પણ આ બેઠકમાં ચર્ચાયા હતા. પ્રજાનો વિશ્વાસ એ અમારી મુડી અને એકસૂરે જનહિતની કરેલી ચર્ચાનો ઠોસ અમલ કરાય તેવી તકેદારીના પગલાંનું નિરીક્ષણ કરવાના ઈરાદા સાથે પૂર્ણ થયેલી આ બેઠકમાં સર્વશ્રી પોલીસ અધિક્ષક ગાંધીધામ શ્રી મયુર પાટીલ, નિયામકશ્રી એચ.એમ.જાડેજા, ભુજ મદદનીશ કલેકટરશ્રી અતિરાગ ચપલોત, નાયબ કલેકટર સર્વશ્રી અંજાર ડો.વી.કે.જોશી, ભચાઉશ્રી પી.એ.જાડેજા, અબડાસા શ્રી પ્રવિણસિંહ જૈતાવત, નખત્રાણા શ્રી ડો.મેહુલકુમાર બરાસરા, નાયબ વન સંરક્ષકશ્રી ટી.પી.પટેલ, એચ.જે.ઠકકર અને સાદીક મુંજાવર તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બારોટ, આર.ટી.ઓ.શ્રી સી.ડી.પટેલ, પીજીવીસીએલ અધિક્ષક ઈજનેરશ્રી એ.એસ.ગુરવા, પાણી પુરવઠા અધિક્ષક ઈજનેરશ્રી એ.એસ.વનરા, રાજય માર્ગ મકાન ઈજનેરશ્રી આર.બી.પંચાલ, પંચાયત ઈજનેરશ્રી એમ.ટી.ટોપીવાલા, ખાણ ખનીજના શ્રી વી.કે.સુમેરા, ડીઆઇઆરએલના શ્રી એસ.એચ.દવે, નિયામક એસ.ટી.શ્રી વાય.કે.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.માઢક, સીવીલ સર્જન ડો.સમસુદીન દામાણી, મામલતદારશ્રી માંડવી નવીનચંદ્ર મારૂ, મુન્દ્રાશ્રી એમ.પી.કાદરી, ભુજ ચીફ ઓફિસરશ્રી મનોજ સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી સર્વશ્રી ડો.બી.એન.પ્રજાપતિ, જે.પી.પ્રજાપતિ, જીપીસીબીના શ્રી ટી.સી.બારમેડા, સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના સર્વશ્રી કાર્યપાલક ઈજનેર વી.જી.ચૌધરી, હરેશ હિંગોરાણી, પી.એન.સાગર, બી.કે.ચૌધરી તેમજ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ લિ.ગાંધીનગરથી જનરલ મેનેજરશ્રી જે.જી.પટેલ, ગીર ફાઉન્ડેશનના એચ.આર.મેંદપરા તેમજ સબંધિત કચેરીના કર્મયોગીઓ ઉપસ્થિત રહયા હતા.