આરોગ્ય કર્મચારીઓની ભરતીમાં ૩૩ જગ્યા ભરાઈ

ભુજ : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ફ્કિસ માસિક પગારથી કચ્છ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્ર મંજૂર થયેલી ખાલી ભરતી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય કર્મચારીઓની ભરતી પ્રક્રિયા આજરોજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકના અધ્યક્ષ સ્થાને કમિટી દ્વારા કરવામાં આવી હતી. જુદી જુદી પાંચ કેડર આયુષ તબીબ ર૮ ઉમેદવારોની અરજી આવી હતી. જેમાં ૧રની પસંદગી કરાઈ હતી. ફાર્માસિસ્ટમાં પ અરજી આવી હતી, જેમાંથી ૪ની ભરતી કરાઈ છે. ફિમેલ હેલ્થ વર્કરમાં ર૯ અરજીઓ આવી જેમાં ૧૦ સિલેકશન કરાઈ હતી. લેબ ટેકનિશનયન ૩ અરજીઓ આવી હતી, જેમાં ૧ જગ્યા ભરાઈ હતી. નર્સ સંવર્ગ ૧૪ અરજીઓ આવી હતી, જેમાંથી ૬ અરજીઓ પાસ કરાઈ હતી. એમ કુલ ૩૯ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી. અને બાકી રહેતા ઉમેદવારોને વેઈટીંગ લિસ્ટમાં મુકવામાં આવ્યા છે.