આપ પાર્ટીની નવી ઓફિસના ઉદ્ધઘાટનમાં લોકોના ખિસ્સા કાપતા વૃદ્ધ પકડાયા

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદ શહેરમાં નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયના ઉદ્ધઘાટન વખતે જ આપના નેતા સહિત અનેક લોકોના પાકીટ ચોરાયાની ઘટના બની હતી. નવરંગપુરા પોલીસે વૃદ્ધની ચોરીના આરોપ હેઠળ ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.જે ઉમરમાં મંદિર કે ભગવાનના ભજન કરવાના હોય એ ઉમરમાં એક વૃદ્ધને પોલીસ સ્ટેશનના જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. નવરંગપુરા પોલીસે ગોવિંદ પટેલ નામના વૃદ્ધની ધરપકડ કરી છે, જેમની ઉમર ૭૫ વર્ષ છે. તે મૂળ વડોદરાના રહેવાસી છે. પરિવારમાં માત્ર એકલા છે. એકલવાયુ જીવન જીવતા આ વૃદ્ધ પર આરોપ છે કે, આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયના ઉદ્ધઘાટનમાં ખિસ્સા કાપવાનો એટલે કે લોકોના પાકીટ ચોર્યા હતા. હકીકતે આ વયોવૃદ્ધએ ચોરી કરી છે કે નહિ એ અંગે નવરંપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.ચોરીના આરોપમાં નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વડોદરાના ૭૫ વર્ષીય ગોવિંદભાઈ પટેલની ધરપકડ કરી છે. ભીડનો લાભ લઈને આ વૃદ્ધ દ્વારા લોકોના પર્સ ચોર્યા હોવાનો આરોપ આ વૃદ્ધ ઉપર લગાડવામાં આવ્યો છે અને કાર્યાલય ખાતે એકત્ર થયેલા કાર્યકર્તાઓ અને સમર્થકોએ આ વૃદ્ધને ચોરી કરતા રંગે હાથ પકડીને પોલીસના હવાલે કર્યો હતો.