આપ કાફલા પર હુમલો : ગુજરાતમાં ભાજપ પ.બંગાળવાળી ન કરે ભૂલ..!

image description
  • જો આપ ફાવી ગયુ., તો માત્ર ને માત્ર ભાજપની મુર્ખામી જ બનશે કારણભુત

સોમનાથ સહિતમાં થયેલા હુમલાઓમાં ગોપાલ ઈટલીયાનો બફાટ કારણભુત દેખાડાય છે, તો પછી હુમલો પણ તેના પર કરોને..! , પ્રવિણ રામ કે મહેશભાઈ સાવાણીને નિશાન બનાવવાનો શું અર્થ ? ભાજપ દ્વારા કોઈને પડદાપાછળથી દોરીસંચાર કરીને આવી ઘટનાઓને અંજામ અપાશે તો પ્રજાની સહાનુભુતી હુમલાનો ભોગ બનનારાઓ ભણી જ જશે..

યાદ છે ને..પ.બંગાળમાં ચુંટણીઓ વખતે દીદી પર થયેલ હુમલો અને પછી મમતા દીદી પ્લાસ્ટર લગાવીને પરીણામો સુધી ફરતા રહ્યા અને લોકોની સહાનુભુતી પામતા રહ્યા…: યાદ રાખજો..આમઆદમી પાર્ટીમાં જોડાયેલા મહેશભાઈ સવાણીની પણ આંતરીક લોકચાહના છે અનેરી : પાંચથી સાત હજાર અનાથ દીકરીઓના મહેશભાઈ છે પાલક પિતા : વિધવા યુવતિઓને પણ ર૦ હજારનુ આપી રહ્યા છે પેન્સને…!

ભાજ૫ શા માટે મુંજાય છે? તેના કરેલા કામો પર પ્રજા ખોબે ખોબા મત આપે છે પછી જેને આવવું હોય તે આવે, મતદાતાઓ પર ભાજપ વિશ્વાસ કરે : ગુજરાતમાં તો કોઈ ઝડપથી સ્થાન નહીં લઈ શકે પણ બંગાળ જેવી મુર્ખાઈ ન કરે ભાજપ ! નીષ્ઠાવાન કાર્યકરો પર વિશ્વાસ રાખે અને બહારનો વેચાઉ માલ ન લે..!

ગાંધીધામ : ગુજરાતના રાજકારણમાં આમઆદમી પાર્ટીએ એન્ટ્રી થતાની સાથે જ રાજયના રાજકારણમાં ભારે ગરમાવો આવવા પામી ગયો છે. ગુજરાતમાં પાછલા અઢીદાયકા કરતા વધુ સમયથી શાસનમાં રહેલી ભારતીય જનતા પાર્ટીને આપના આગમને બેબાકળા બનાવી દીધા હોવાના ઘટનાક્રમો પણ સામે આવવા પામી રહ્યા છે. આ અંગે રાજકીય બેડામાં ચર્ચાતી માહીતી અનુસાર ભાજપ અને કોંગ્રેસ એકબીજાના મેળાપીપડાથી જ શાસન ચલાવી રહ્યા છે. ભાજપ ખરીદ-ફરોતી કરીને ચુટણી ટાંણે દાવ ખેલી જાય છે અને કોંગ્રેસના અમુક બની બેઠેલાઓને ચુંટણીઓ હારીને જ લીલાલહેર થઈ જાય છે તો તેઓ શા માટે સંગઠનને મજબુત બનાવવા તથા પ્રજાકીય કામોને સારી રીતે સુપેરે પાર પાડવા કમર કસેની સ્થિતી બનેલી પડી છે. આવામાં હવે આપ એટલે કે આમઆદમી પાર્ટીએ ગુજરાતમાં આ વખતે સમયસરની એન્ટ્રી કરી દીધી છે. સંગઠનને હજુ તો આપ મજબુત બનાવવાના પહેલ જ કરી રહ્યા છે કે, તેઓના નેતાઓ પર ભીષણ હુમલાની ઘટનાઓ બની જવા પામી ગઈ છે. સોમનાથમાં જનસંવેદના યાત્રા શરૂ થાય તે પહેલા જ આપના પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતનાઓ પર ઘાતકી હુમલાની ઘટના બની છે. જેમાં આપ દ્વારા જ દાખલ કરવામા આવેલી ફરિયાદ અનુસાર ભાજપના ભાડુઆતી ગુંડાઓ દ્વારા આ હુમલાની ઘટના બની હોવાનુ જણાવાયુ છે. આખાય પ્રકરણમાં સત્ય જે હોય તે તપાસ બાદ બહાર આવશે પરંતુ હાલમાં આમઆદમી પાર્ટી પ્રત્યે ગુજરાતમાં વીશ્વાસ વધી રહ્યો છે, કોરોના કાળમાં સરકારની નિષ્ફળતાઓ તથા રાજકીય હુસાતુસીને જ પ્રાધાન્ય અપાતુ હોવાના પગલે ગુજરાતની પ્રજા આમઆદમી પ્રત્યે વધુ ઢળતી જેાવાઈ રહી છે અને તેમાં પણ હવે મહેશભાઈ સવાણી જેવા લોકસેવકો પર હુમલાની ઘટના બને તો તેનો સીધો સીધો લાભ આમઆદમી પાર્ટીને જ મળશે. લોકોની સહાનુભુતી ચોકકસથી આપ તરફ વળી જશે તે ન ભુલજો. કારણ કે, એક તો આમઆદમી પાર્ટીની નીતી-રીતી પ્રજાકીય છે. વીજળી, પાણી, મહીલા સુરક્ષા, શાળાઓ, સ્વાસ્થય, સહિતના મામલે દિલ્હીમાં કેજરીવાલે એક સુચારૂ મોડેલઉભુ કરી દીધુ છે જેના પ્રત્યે દિલ્હીવાસીઓને ભારે લગાવ થઈ ગયો છે. માત્ર પાંચ જ વર્ષના ટુંકાગાળામાં આવા કામો કેજરીવાલે પાર પાડયો છે. આ ઉપરાંત સરકારી તબીબો કે અન્ય કોઈને દીલ્હીમાં કયારે સરકારની સામે હડતાળ પર ઉતરતા જોયા છે ખરા? આઉટસોર્સીસ દ્વારા તેઓને શોષણ કરાય છે તેવી પણ કોઈ ફરીયાદ દિલ્હીમાં આવતી જ નથી? કારણ કે, સરકાર તબીબો હોય કે અન્ય કોઈ તેઓને પુરતુ અને તગડુ વેતન આપી રહી છે તેથી સેવા પણ સારી થવા પામી રહી છે. આ ઉપરાંત ગુજરાતમાં મહેશભાઈ સવાણી જેવા લોકસેવક આપમાં જોડાયા છે. મહેશભાઈ સવાણીની લેાકસેવા કોઈ પણ શબ્દોને મોથાજ નથી. તેઓ અત્યાર સુધીમા પ૦૦૦થી વધુ અનાથ દીકરીઓના પાલક પિતા છે.નાત-જાત જોયા વિના જ અનાથ બનેલી દીકરોઓને લગ્ન કરાવે છે. એટલુ જ નહી પણ કોઈના પતિનુ નિધન થાય તો આવી નિરાધાર દિકરીઓને ર૦ હજાર મહિને પેન્સન પણ મહેશભાઈ સવાણી આપી રહ્યા છે. વિચાર તો કરો કે, પ૦૦૦થી વધુ દિકરીઓના પરમાર્થી પાલક પિતા પર હુમલાની ઘટના બનશે અને આ દિકરીઓ શ્રાપ આપશે તો ભાજપની હાલત શુ થશે? હકીકતમાં જો ભાજપ વિકાસના મુદા પર અડગ હોય તો આમઆદમી પાર્ટી આવે કે અન્ય કોઈ પણ પાર્ટી ગુજરાતમાં આવે તેને આવકારવી જોઈએ, અને રાજકારણ કરવાની તેઓને પણ તક આપવી જોઈએ. તેઓની હલચલને ભાજપે જરા સહેજ પણ ગણકારવી ન જોઈએ. પરંતુ અહી તો કેજરીવાલ જયારે લોકસભા વખતે ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે તેઓ પર પણ ભાજપી ગુંડાઓ દ્વારા પાટણ પટ્ટામાં હુમલાઓ કરાવી દેવાયા હતા અને તેમનો કચ્છના મુંદરા સુધીનો પ્રવાસ ખોરવી દેવાયો હતો. હાલમાં પણ મહેશભાઈ સવાણી જેવા આગેવાનોની જનસંવેદના યાત્રાને આગળ ધપતા પહેલા જ અટકાવી દેવાની જે પેરવીઓ કરવામા આવી છે તેનાથી આપ હવે અટકશે નહી પણ બમણા જોરે આગળ વધશે અને તેઓને લોકોની સહાનુભુતી પણ આપોઆપ મળવા પામી જશે તેમ દેખાય છે. એટલે ગુજરાતમાં આ વખતે આમઅદમી પાર્ટીએ એક તો ચુટણીથી દોઢવર્ષ પહેલા સમયસરની એન્ટ્રી કરી દીધી છે અને બીજુ કે આમઆદમી પાર્ટી કદાચ આ વખતે અગાઉના પ્રમાણમાં ગુજરાતમાં વધુ ફાવી જશે તો તેની પાછળનુ મુખ્ય કારણ માત્ર અને માત્ર ભાજપની બેવકુફી જ હશે તેમ કહેવુ પણ વધારે પડતુ નહી કહેવાય.