આપના હોર્ડિંગ તોડી પાડનાર અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરો

ભુજ : કચ્છ સહિત ભુજમાં નવા બસ સ્ટેશનના ગેટ બહાર આમ આદમી પાર્ટીના જનજાગૃતિ અર્થે ૧ હોર્ડિંગ લગાવેલ હતો જે હોર્ડિંગ રાજકીય કિન્નાખોરીમાં કોઈ લુખ્ખા તત્વો અથવા અસામાજીક તત્વોએ જાણી જોઈને કોઈક સમયે ફાડી નાખેલ છે અને આર્થિક નુકશાન કરેલ છે. આવા તત્વો સામે કાર્યવાહી કરવા કચ્છ કલેકટરને આમ આદર્મી પાર્ટીના હોદ્દેદારોએ આવેદન પત્ર આપી રજુઆત કરી છે.આવેદન પત્રમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ અને પ્રતિષ્ઠામાં સતત વધારો થઈ રહ્યો હોવાથી અમુક અસામાજીક તત્વોના પેટમાં તેલ રેડાઈ હોવાથી આ પ્રકારનું હિન અને ગુનાહિત કૃત્ય કરવામાં આવેલ છે અને કાર્યકરોની લાગણી દુભાવવા તથા વર્ગ વિગ્રહ ઉભો કરવાના પ્રત્યન કરવામાં આવેલ છે જેથી આવા પ્રકારના ગેરકાયદેસર ઢકૃત્યથી રાજકીય કિન્નાખોરી રાખી અજાણ્યા ઈસમોએ ગુનો કરેલ છે. જેમની વિરૂધ્ધ યોગ્ય તપાસ કરી સીસીટીવી ચકાસી તેમના વિરૂધ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલા લેવા આપના રોહિત જયંતીલાલ ગોર અને અન્ય આગેવાનો દ્વારા માંગ કરાઈ છે.