આનંદોઃ આરોગ્ય વિભાગમાં ૫૯૭૫ની ભરતી કરવામાં આવશે

(જી.એન.એસ.)ગાંધીનગર,ગુજરાતમાં બીજી લહેરના ખાત્મા બાદ ફરીથી સરકારી ભરતીઓ અને પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. તો બીજી લહેરમાં આવેલાં અધધધ કેસોને કારણે હવે સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. અને ત્રીજી લહેર આવે તે પહેલાં જ તમામ તૈયારીઓ શરૂ કરવા લાગી છે. આ ઉપરાંત રૂપાણી સરકાર ૫ વર્ષની ઉજવણી કરી રહે છે. આ વચ્ચે આરોગ્ય વિભાગમાં ૫૯૭૫ ભરતી કરવામાં આવશે.કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેર આવવાની સંભાવના છે. આ વચ્ચે ત્રીજી લહેર આવે તે પહેલાં જ સરકાર આરોગ્ય વિભાગમાં ભરતી કરશે. આ ઉપરાંત ૫ વર્ષની ઉજવણી નિમિતે રૂપાણી સરકાર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગમાં ૫૯૭૫ ભરતી કરવામાં આવશે. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, જીએમઇઆરએસ સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે.આમ સરકાર દ્વારા જાહેર થયેલી આ ભરતીનું આયોજન ઉમેદવારો માટે એક ખુશખબર સમાન છે. અને આગામી દિવસોમાં આ પોસ્ટને લાયક ઉમેદવારો ધમધોકાર મહેનત કરવાનું શરૂ કરી દે. આ ઉપરાંત ત્રીજી લહેરને લઈને પણ સરકાર દ્વારા હોસ્પિટલ બેડ વધારવા, ઓક્સિજન, દવા સહિતની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.