આદીપુરના ફાર્મહાઉસની ઘટના લાલબત્તીરૂપ :માાથાભારે-શિરજોરોને કાયદો ભણાવે પાઠ

રેસીડેન્ટમાં કોમર્શિયલ કનેકશન લેનારાઓને ઝુંબેશરૂપ ત્રાટકી અને પીજીવીસીએલ તવાઈ બોલાવી રહી છે તો જેને જીડીએની કોઈ જ પરવાનગી-મંજુરી નથી તેને કેવી રીતે મળી ગયા છે વિજ કનેકશન? : શહેરના ફલેવર્સ સહિતના રેસ્ટોરેન્ટમાં ‘હુક્કાબાર’ પર દરોડા પડયા તો આવા ફાર્મહાઉસ જેવાઓ પર કયારે બોલાવાશે ધોંષ? : આસપાસમાં સ્કુલ સહીતના પ્રતિષ્ઠાનો છે તેના પર કેવી પડી રહી છે અસર?

 

આડેધડ-મંજુરી-પરવાનગી વિના ધમધમતા હાટડાઓના સંચાલકો કેવા ફાટીને ફુલેકે ચડયા છે..? : પોલીસ સ્ટેશનની એકદમ નજીકમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા આવા રેસ્ટોરેન્ટને જ કેમ ન લેવાય તપાસના દાયરામાં..? : એક મહીલાને ૧૬થી વધુ લોકો છેડતી સાથે માર મારી મોબાઈલની લુંટ ચલાવી જાય તેવા ફાર્મહાઉસ રેસ્ટોરેન્ટમાં કેવા તત્વોની ઉઠબેસ રહે છે તે પણ બની રહ્યો છે ઘનિષ્ઠ છાનબીનનો વિષય

 

ગાંધીધામ : જોડીયાનગર પૈકીના એક એવા આદીપુરમાં ફાર્મહાઉસ નામના રેસ્ટોરેન્ટમાં એક મહીલાની સાથે છેડતી સહિત માર માર્યાની અને મોબાઈલ લુંટની ઘટનાપ્રકામાં આવવા પામી ગઈ છે. આ ઘટનાને લઈને શહેરમાં કાયદો-વ્યવસ્થાને લઈને તો સવાલો ઉભા થવા પામી જ રહ્યા છે પરંતુ બીજી તરફ ફાર્મહાઉસની ઘટના શહેર-સંકુલને માટે લાલબત્તીરૂપ જ બનવા પામી રહી હોવાનો વર્તારો ખડો થવા પામી રહ્યો છે.
આ મામલે શહેરના પ્રબુદ્ધવર્ગમાંથી ઉઠતી વિગતો અનુસાર આ ફાર્મહાઉસ ગણતરીના સમયગાળમાં જ પહોંચી શકાય તેટલા પોલીસ મથકથી અડીને આવેલો હોવા છતા પણ મહીલાની છેડતી સહીતની ઘટના અહી બની જવા પામી છે ત્યારે આવા સંચાલકો કેટલા માથાફારે અને શીરજારે બનવાની સાથે ફાટીને ફુલેકે ચડયા છે તેનો પણ ગંભીર સુચક ઈશારો સામે આવવા પામી રહ્યો છે. આડેધડ-મંજુરી-પરવાનગી વિના ધમધમતા હાટડાઓના સંચાલકો કેવા ફાટીને ફુલેકે ચડયા છે..? પોલીસ સ્ટેશનની એકદમ નજીકમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા આવા રેસ્ટોરેન્ટને જ કેમ ન લેવાય તપાસના દાયરામાં..? એક મહીલાને ૧૬થી વધુ લોકો છેડતી સાથે માર મારી મોબાઈલની લુંટ ચલાવી જાય તેવા ફાર્મહાઉસ રેસ્ટોરેન્ટમાં કેવા તત્વોની ઉઠબેસ રહે છે તે પણ બની રહ્યો છે ઘનિષ્ઠ છાનબીનનો વિષય.
બીજીતરફ અહી સરકારના જ તંત્રોની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી રહી છે. પીજીવીસીએલ તંત્ર સામાન્ય રેસીડેન્ટમાં કોઈ કોમર્શીયલ કનેકશન લેવાયા હોય તો તગડા દંડ અને પેનલ્ટી ફટકારવામા આવતી હોય છે. ત્યારે રેસીડેન્ટમાં કોમર્શિયલ કનેકશન લેનારાઓને ઝુંબેશરૂપ ત્રાટકી અને પીજીવીસીએલ તવાઈ બોલાવી રહી છે તો જેને જીડીએની કોઈ જ પરવાનગી-મંજુરી નથી તેને કેવી રીતે મળી ગયા છે વિજકનેકશન? શહેરના ફલેવર્સ સહિતના રેસ્ટોરેન્ટમાં ‘હુક્કાબાર’ પર દરોડા પડયા તો આવા ફાર્મહાઉસ જેવાઓ પર કયારે બોલાવાશે ધોંષ? આસપાસમાં સ્કુલ સહીતના પ્રતિષ્ઠાનો છે તેના પર કેવી પડી રહી છે અસર? નાના બાળકો અને યુવાનો વાલીઓને એમ જ હોય કે શાળાએ જઈ રહ્યા છે પરંતુ આવા રેસ્ટોરેન્ટની આડમાં ચાલતા હુક્કાબારમાં જ પડયા પાર્થર્યા રહેતા હોય છે અને આવા નશાની લતમાં જ કયાંને કયાંક આવા ધીંગાણાઓ બની નહી જતા હોય તે વાત કેમ નકારી શકાય.