આદિપુર મદનસિંહચોક ખાતે રાષ્ટ્રધ્વજને અપાઈ સલામી

પાલિકા ઉપપ્રમુખના હસ્તે કરાયું ધ્વજવંદન

 

ગાંધીધામ : નગરપાલિકા દ્વારા આદિપુર મદનસિંહચોક ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. પાલિકા ઉપપ્રમુખ લીલાબેન શેટ્ટીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
સ્વતંત્રતા પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપપ્રમુખ લીલાબેન શેટ્ટીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ પાલિકા દ્વારા વિકાસ કાર્યોમાં કયાંય કચાસ નહીં રખાય. છેલ્લા બે વર્ષમાં પાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર, ૭ મુખ્ય રસ્તાઓમાં વિસ્તૃતિકરણ, અન્ડર ગ્રાઉન્ડ સંપ, મુખ્ય રસ્તાઓના ફુટપાથ, કોમ્યુનિટી હોલ રીનોવેશન સહિતના ૩૯.૪પ કરોડના કાર્યો થયા હોવાનું જણાવ્યું હતું.
આ વેળાએ નિલેશ ભાનુશાલી, ગુલ બેલાણી, સામજીભાઈ, મનોજભાઈ, તારાચંદ ચંદનાણી, પ્રભાબેન જોષી, વાલજી દનિચા, મનોજ પવાણી, મહેન્દ્રભાઈ, તારાબેન મહિદાસાણી સહિત રાજકિય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સોનલ શક્તિ મંડળના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.