આદિપુરમાં ૧.૬પ લાખના કોંક્રિટ મશીનો ચોરી જતા તસ્કરો

ગાંધીધામ : આદિપુર શહેરમાં આવેલ કેશરનગરમાં ઓફિસ પાસે રાખેલા ૧.૬પ લાખના મિકચર મશીનો ચોરી જતા ગુન્હો નોંધાવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભરતભાઈ શિવજીભાઈ હડીયા (રહે. આદિપુર)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓ કન્ટ્રકશનનો વ્યવસાય કરે છે. ગત તા.૯-૧૧-૧૭ના રાત્રીના તેઓની કેશરનગરમાં આવેલ પોતાની ઓફિસ સામે લીંબડાના ઝાડ નીચે કોકિંટ મિકચર મશીન નંગ-ર કિં.રૂ. ૧.૬પ લાખના રાખ્યા હતા જેને કોઈ ચોર ચોરી જતા આદિપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી સહાયક ફોજદાર દિલીપસિંહ વાઘેલાએ તપાસ હાથ ધરી હતી.