આદિપુરમાં શરીરે પેટ્રોલ છાંટી આપઘાત કરનારા આધેડનું મોત

ગાંધીધામ : આદિપુરના સિંધુ વર્ષા સોસાયટીમાં રહેતા આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ ચંપી દીધી હતી. જેનું ગંભીર ઈજાઓથી દાઝી જવાથી કરૂણ મોત નિપજ્યું છે.આદિપુર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ ૪૬ વર્ષિય હીરાલાલ લાલચંદે આત્મઘાતી પગલું ભર્યું હતું. હતભાગીએ પોતાના ઘરે ર૦ ઓગસ્ટના શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. જેના કારણે ગંભીર રીતે દાઝી જતા પ્રથમ રામબાગ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જી.કે. જનરલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ ગઈકાલે સારવાર દરમિયાન હતભાગીએ દમ તોડી દેતા આદિપુર પોલીસમાં અકસ્માત-મોતનો ગુનો દાખલ થયો છે. બનાવ અંગે આર.આર.વસાવાએ તપાસ હાથ ધરી છે.