આદિપુરમાં વેલસ્પન કંપનીના મેનેજર પર કરાયો જાનલેવા હુમલો

ગાંધીધામ : આદિપુર શહેરના એસબીએક્સ મકાન નંબર ૧૮ પાસે રહેતા વેલસ્પન કંપનીના મેનેજર ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી અપમાનિત કરતા ગુનો નોંધવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ અજયકુમાર વૈજનાથ મોર્ય (કોહરી) (ઉ.વ.ર૭)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે તેઓ વેલસ્પન કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓના હાથ નીચે કંપનીમાં કામ કરતા હિરેન્દ્ર ચૌહાણ, અકબર શેખ, મહાવીર મોડને કામ બાબતે તેઓએ ઠપકો આપ્યો હતો તે અંગેનું મનદુઃખ રાખી આરોપીઓએ ગાળો આપી બેઝબોલના ધોકા વડે કપાળ તથા પગના ભાગે માર મારી ફ્રેક્ચર સહિતની ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલી અપમાનિત કરતા ગંભીર રીતે ઘવાયેલા તેઓને હોસ્પિટલમં દાખલ કરાતા આદિપુર પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટી તથા મહાવ્યથાની કલમો હેઠળ ગયુનો નોંધી એસસી-એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સૈયદે તપાસ હાથ ધરી હતી.