આદિપુરમાં પિતા-પુત્ર ઉપર હુમલો

ગાંધીધામ : તાલુકાના આદિપુરમાં મદનસિંહ સર્કલ પાસે છકડો સાઈડમાં રાખવા મુદ્દે પિતા-પુત્ર ઉપર પાઈપથી હુમલો કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મદનસિંહ સર્કલ પાસે છકડો રીક્ષા વચ્ચોવચ રાખતા શખ્સને કહેતા વાલીબેનના દિયર તથા સસરાએ છકડાને બાજુમાં રાખવાનું કહેતા ઉશ્કેરાઈ શખ્સોએ બન્ને પિતા-પુત્ર ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી અસ્થીભંગ સહિતની ઈજાઓ પહોંચાડી હતી. અસ્થીભંગ સહિતની ઈજાઓ પહોંચાડતાં આદિપુર પોલીસે વાલીબેન ભૂપત દેવીપૂજકની ફરિયાદ પરથી છકડા ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ  ધરી હતી.