આદિપુરમાં થયેલ ૮૮ હજારની ચોરીનો ભેદ ઉકેલાયો ઃ બે શખ્સોની ધરપકડ

ગાંધીધામ : આદિપુર શહેરમાં આવેલ ૮૦ બજારના દુકાનમાંથી થયેલ ૮૮,પ૦૦ની ટાયર, તેલ ચોરીમાં પોલીસ બે શખ્સોને પકડી પાડી ભેદ ઉકેલી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આદિપુર શહેરમાં આવેલ ૮૦ બજારમાં ચોરીનો બનાવ ર૪-૧૦-૧૭ના રાત્રીના નવથી રપ-૧૦-૧૭ના સવારના સાત વાગ્યા દરમ્યાન બનવા પામ્યો હતો. દુકાનની પાછળની દિવાલ તોડી તસ્કરો અલગ અલગ કંપનીના ટાયરો તથા ઓઈલની પેટીઓ મળી ૮૮,પ૦૦ની માલમતા ચોરી ગયા હતા. આદિપુર પોલીસે દુકાનદાર રમેશ તેજમલભાઈ રાઠોડ (રહે કેશવનગર, આદિપુર)ની ફરિયાદ પરથી આરોપીઓ રમેશ દેવજી મહેશ્વરી (રહે મેઘમાયા સોસાયટી, આદિપુર) તથા નરેશ કાનજી મહેશ્વરી (રહે રવાળી, આદિપુર) સામે ગુનો નોંધી હેડ કોન્સ. પાલુભાઈ ગઢવીએ બંને આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.