આદિપુરમાં ઈનોવા કારના ર૮ હજારની ટાયરની ચોરી

આદિપુર : આદિપુર સંજય સ્કુલની પાછળ કંપનીના ગેસ્ટહાઉસની બહાર પાર્ક કરેલ ઈનોવા ગાડીના ચાર ટાયર કિં.રૂા.ર૮ હજારન મુદ્દામાલની ચોરી કરી ગયાનું આદિપુર પોલીસ દફતરે નોંધાયું હતું.
આદિપુર પોલીસ દફતરેથી આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી બળદેવભાઈ રાયમલભાઈ રબારી (રહે. ભવાનીનગર ગળપાદર)વાળાએ જણાવ્યા અનુસાર તા.૧ર/પ/૧૮ના ર૧ઃ૦૦થી ૧૩/પના ૭ઃ૩૦ના ગાળા દરમ્યાન ગેસ્ટહાઉસ બહાર પાર્ક કરેલ ઈનોવા કાર નં.જીજે. ૧ર. સીડી. પ૭૩૭ વાળીના ચાર ટાયર કિં.રૂા.ર૮ હજારના મુદ્દામાલનો ચોરી કરી ગયાનું જણાવ્યું હતું. આદિપુર પોલીસ દફતરે ચોરીનો ગુન્હો નોંધી આગળની તપાસ યુએસસી મયુરભાઈ ગોસ્વામી ચલાવી રહ્યા છે.