આદિપુરમાંથી બાઈકની તસ્કરી

ગાંધીધામ : આદિપુરમાં ઘર પાસે પાર્ક કરેલ મોટર સાયકલને કોઈ ચોર હંકારી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૪-પ/૮/૧૭ના રાત્રીના ડીસીએસ પ્લોટ નંબર ૭પર પાસે પાર્ક કરેલ મોટર સાયકલ નંબર જીજે. ૧ર. સીબી. ૧પ૯૮ કિં.રૂ. ૩પ હજારને કોઈ ચોર હંકારી જતા આદિપુર પોલીસે બાઈક માલિક રમેશ મોહન સથવારા (રહે. ર૯૬/બી વોર્ડ નં.૧૧/એ ભારતનગર – ગાંધીધામ)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી સહાયક ફોજદાર દિલીપસિંહ વાઘેલાએ તપાસ હાથ ધરી હતી.