આદિપુરમાંથી ગૂમ થનાર કિશોરને શોધી કઢાયો

ગાંધીધામ : આદિપુરના વોર્ડ નં.૬/એમાં આવેલા સિંધુનગરમાં રહેતા ૧૬ વર્ષિય કિશોરનું અપહરણ-ગૂમ થતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જેને આદિપુર પોલીસે અમદાવાદથી શોધી કાઢ્યો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના દુબઈ, સિંધુનગરના વોર્ડ-૬/એમાં રહેતો ૧૬ વર્ષિય હર્ષ પ્રદિપ રાજનાની ગુરૂવારના સાંજના સમયે ટ્યુશને જવાનું કહી ગૂમ થયો હતો, જે બાબતે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ ગુના કામે પૂર્વ કચ્છ એલસીબી ગાંધીધામને જાણ કરી ત્યાંથી ઈન્ચાર્જ પીઆઈ શ્રી સોલંકીની મદદ મેળવી આદિપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.એસ. તિવારીએ ગૂમ થનારનું લોકેશન મંગાવતા તે અમદાવાદનું આવતા તેને ગણતરીના કલાકોમાંં શોધી કાઢી તેના પિતાને સોંપાયો હતો.