આદિપુરનો સફાઈના નામે છાશવારે સસ્તીપ્રસિદ્ધી ભુખ્યો ઝભ્ભાલેંગાધારી હવે કયાં સંતાયો?

image description

  • નંદીનું વીજકરંટથી મોત : ૧ર કલાકથી રઝડે છે આંખલાનો દેહ..!

ખુદના વિસ્તારમાં સફાઈના નાટકો કરી, સોશ્યલ મીડીયા સહિત ઠેરઠેર સફાઈ અભિયાન કરી દીધાના તાયફાં કરનારા બની બેઠેલ ઝભ્ભાલેંગાધારી સામે આંખલાના બાર કલાકથી રઝડતા દેહને જોઈને સૌ વરસાવી રહ્યા છે ફિટકાર : ગૌ પ્રેમીઓની ગેરહાજરી પણ બની રહી છે સૂચક : રોગચાળો વકરી જાય તે પહેલા નંદીના મૃતદેહને થાળે પાડવો હિતાહવ

ગાંધીધામ : પૂર્વ કચ્છના આદિપુર વિસ્તારના સંતોષી માતાજીના મંદીર પાસે ગઈકાલે વરસાદ બાદ વીજકરંટથી એક આંખલા-નંદીનુ મોત નિપજેલ હોવાની વાત સામે આવી રહી છે. આ આંખલો-નંદીનો દેહ આજે બાર-બાર કલાકનો સમય થઈ જવા છતા પણ ત્યાં જ પડયો છે. તે મૃતદેહને થાડે પાડવા માટે કોઈ જ આગળ આવતા ન દેખાતા સ્થાનિકના લોકોમાં રોષ સાથે છાશવારે સસ્તીપ્રસિદ્ધી ખાટતા તત્વોને પણ આડેહાથ લેવામા આવી રહ્યા છે.
કહેવાય છે કે, સફાઈ અભિયાનના નામે નાટકો અને તાયબાઓ કરી, જયા કચરો જ ન હોય ત્યાં સફાઈ કર્યાના ફોટા પડાવી, તસવીરી જશ ખાટતા ઝભ્ભાલેંગાધારી શખ્સ અહી ખુબ પંકાયેલો છે. સફાઈ કરવાની લીંબડ જશ ખાટતો આ શખ્સ હવે કયાં સંતાયો? આ આંખલાની મૃતદેહ અહી બાર-બાર કલાકથી રઝડતી અવસ્થમાં પડયો છે તે આ સસ્તીપ્રસિદ્ધી ભુખ્યા શખ્સને કેમ દેખાતુ નથી? આવા સવાલો પણ અહી ઉભા થવા પામી રહયા છે.