આતંકી હાફીઝ સઈદના ઘર પાસે પાક.ના લાહોરમાં બોમ્બ બ્લાસ્ટ

image description

બેના મોત : પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ :૧૭ ઈજાગ્રસ્તઃ મૃતાંક વધશે : મોટર સાયકલ પર આઈઈડી બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ : આસપાસની ઈમારતોને પણ બ્લાસ્ટમાં થયુ નુકસાન

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સીએમ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ઘટનાનો માંગ્યો રીપોર્ટ : હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને બ્લાસ્ટની નથી લીધી જવાબદારી : પાકિસ્તાન સૈન્ય, આઈએસઆઈ, પાકિસ્તાન સ્પેશ્યલ ફોર્સનું તો કાવતરૂ નથીને ?

ઈસ્લામાબાદ : પાકીસ્તાનના લાહોરમાં આજ રોજ ગંભીર પ્રકાના બોમ્બ બ્લાસ્ટની ઘટના બનવા પામી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી માહીતી અનુસાર મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સૈયદના ઘર પાસે આજરોજ ગંભીર પ્રકારનો બોમ્બ બ્લાસ્ટ થવા પામ્યો છે. મોટર સાયકલ પર બોમ્બ બ્લાસ્ટ કરવામા આવ્યો છે અને તેમા ૧નુ મોત થવા પામી ગયુ છે તો વળી પાંચ લોકોની સ્થિતી અતિ નાજુક દર્શાવાય છે અને મૃતકાંક વધે તેવી શકયતાઓ દેખાય છે. આ ઉપરાંત ૧૬ જેટલા લોકો ઘાયલ થવા પામી ગયા છે. ઘાયલ થયેલાઓને જીન્ના હેાસ્પિટલમાં ખસેડવામા આવ્યા હોવાનુ બહાર આવવા પામ્યુ છે. જો કે, હાફિઝ સઈદના ઘર પાસે થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટના હોવાથી તેને વધુ ગભીરતાથી જોવામાં આવી રહી છે. જો કે આ રીતે મેાટરસાઈકલ બ્લાસ્ટની ઘટના પાછળની સાચી હકીકત શુ છે તે હજુ સુધી બહાર આવવા પામી શકયુ નથી.