આતંકી હાફિઝ સઈદની રાજકીય પાર્ટી પર ભારતની ચાંપતી નજર

ઈસ્લામાબાદ : અત્યાર સુધી ભારતને કનડતો આવતો આતંકવાદી ખુદ પાકિસ્તાન માટે પણ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. હવે સઈદ તેની રાજકીય પાર્ટીને માન્યતા આપવવાની જીદે ચડ્‌યો છે અને પાકિસ્તાન સરકાર તેના માટે રાજી નથી. થોડા સમય પહેલા જ ઈસ્લામાબાદ હાઈકોર્ટે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની પાર્ટીના રજીસ્ટ્રેશનને લીલી ઝંડી આપી દીધી છે. હાફિઝની પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને ભલે હાઈકોર્ટ તરફથી રજીસ્ટ્રેશનની મંજૂરી મળી ગઈ હોય, પરંતુ પાકિસ્તાનના બંધારણના દાયરામાં હાફિઝ માટે આગળની રાહ વધુ મુશ્કેલ છે.